આજકાલ યુવા વર્ગમાં અવનવા ટ્રેન્ડનો દૌર ચાલ્યો છે ત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોને ભારતની અર્વાચીન સંસ્કૃતિ યોગાનું ભારે ઘેલુ લાગ્યું છે. લોકોનો વધુને વધુ જુકાવ લગાવ યોગ તરફ વધી રહ્યો છે ત્યારે ભાવેણાની પુત્રી યોગા ક્વીન અને યોગ ક્ષેત્રે વિશ્વ ફલક પર ભારત વર્ષનું નામ ગુંજતું કરનારી જાનવી મહેતાએ નવરાત્રિ મહોત્સવને યોગા સાથે જોડી ભારતની બે આર્ય સંસ્કૃતિને એક તાંતણે જોડી છે. શહેરના ઈસ્કોન ક્લબ ખાતે ચાલી રહેલ નવરાત્રિ મહોત્સવમાં જાનવીએ યોગ મુદ્દા સાથે ગરબા-દિવડા સાથે સુંદર યોગ કૃતિ રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.