અધેલાઈ નજીક લક્ઝરી બસ, ટેન્કર વચ્ચે અકસ્માત ૫ના મોત

1025
bvn9112017-12.jpg

અમદાવાદ હાઇવે પર અધેલાઇનાં પાટીયા પાસે લકઝરી બસ-ટેન્કર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પાંચના મોત નિપજ્યા છે જયારે ૯ને ગંભીર ઇજા થતાં ભાવનગરની સરકારી અને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. અકસ્માત બાદ ટેંકર રસ્તા વચ્ચે પલ્ટી મારી જતાં નેપ્થા કેમિકલ રસ્તામાં ઢોળાયુ હતું. તંત્ર દ્વારા રસ્તા પર ડોળાયેલા નેપ્થા પર ફોમ ટેન્કર દ્વારા કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.  ભાવનગર નજીક સર્જાયેલા આ ગમ્ખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂર પર નિરમાના પાટીયાથી થોડે દુર અધેલાઇના પાટીયા પાસે ભાવનગર તરફથી સુરત જતી મીના ટ્રાવેર્લ્સ નામની જીજે ૪ એડબલ્યુ ૯૦૦ નંબરની ખાનગી લકઝરી બસની સાથે અમદાવાદ તરફથી આવી રહેલ ટેન્કર નં-જીજે ૧૨ એટી ૮૬૭૪ ધડાકા સાથે ભટકાતા સ્થળ પર મુસાફરોની ચિચીયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. ધડાકો એટલો જબ્બર થયો હતો કે રસ્તા પર આવી રહેલા અન્ય વાહન ચાલકો પણ ગભરાઇ ઉઠયા હતા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણના કરૂણ મોત નિપજ્યા હતા. જયારે ૧૧ને ગંભીર ઇજા થતા ભાવનગરની સરકારી-ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ. જયાં વધુ બેના મોત નિપજતા મૃત્યુઆંક પ સુધી પહોંચી ગયો હતો. ટેંકર પલ્ટી ખાઇ જતાં રસ્તામાં નેપ્થા નામનું કેમીકલ ઢોળાયુ હતુ. આ નેપ્થાને કારણે ગમે ત્યારે આગ ભભુકી ઉઠે તો રસ્તાની બન્ને બાજુએ અટવાયેલા અનેક વાહનોના મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. આ પરિસ્થિતિમાં ભાવનગર ફાયર બિગ્રેડ અને નિરમા ફાયર બિગ્રેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ કેમીકલ્સનો છંટકાવ કરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. ભાવનગર મહાનગર પાલીકાના ફાયર ઓફિસર પદુભા અને ટીમે સ્થળ પર ઓપરેશન હાથ ધર્યુ હતું. રસ્તા પર ઢોળાયેલા નેપ્થા કેમીકલ ઉપર ફમ ટેંકર દ્વારા કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ અકસ્માતને પગલે ભાવનગર-અમદાવાદ રોડ પર બન્ને તરફ વાહનોની લાંબી-લાંબી કતારો લાગી ગઇ હતી.
બનાવની જાણ થતાં વેળાવદર-ભાલ પોલીસ સ્ટાફ અને ૧૦૮ સેવા ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઘટનાસ્થળે મૃત્યુ પામેલા ત્રણ યુવાનોને વરતેજ સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડયા હતા. 

અકસ્માતમાં મૃત્યુ પામનાર
(૧) છોટુભા નારણભા જાડેજા (ટેન્કર-ચાલક) રે.ભદ્રેશ્વર, તા.મુંદ્રા
(ર)    ફુલુભા દોલુભા જાડેજા (ક્લીનર) રે.ભદ્રેશ્વર, તા.મુંદ્રા
(૩)    સબીર ઉર્ફે કાળુ યુસુફભાઈ, રે.તાતણીયાળા, તા.મહુવા
(૪)    પ્રવિણભાઈ ઓધડભાઈ મકવાણા, રે.માળવાવ, તા.મહુવા
(પ)    નીતેશભાઈ ભવાનભાઈ નકુમ, રે.વાઘનગર, તા.મહુવા

અકસ્માતમાં ઈજા પામનાર
(૧) ભાવેશભાઈ વાસીયા
(ર) મેહુલભાઈ વલ્લભભાઈ વાસાણી
(૩) શૈલેષભાઈ ભુપતભાઈ ચુડાસમા
(૪) હિરલબેન ભાવેશભાઈ વાસીયા
(પ) નરેશભાઈ રણછોડભાઈ હડીયા
(૬) મનિષાબેન ચંદ્રેશભાઈ હડીયા
(૭) સતુભાઈ જોરૂભાઈ ભાટી
(૮) ભદ્રાબેન સંતુભાઈ ભાટી
(૯) પરશોત્તમભાઈ રમેશભાઈ કાતરીયા

Previous articleશહેર કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં કાળો દિવસ મનાવાયો
Next articleમતદાનની ગુપ્તતા જળવાય તે માટે નવી ડિઝાઈનની મતકુટિર