ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા પ્રતિવર્ષ પરિચય કેમ્પનું આયોજન થાય છે. આ વર્ષે પણ આ કેમ્પનું આયોજન તા.૧૪ ઓક્ટોબર રવિવારે શિશુવિહાર ખાતે યોજાશે. જેમાં શહેર અને જિલ્લાની ૧૮ શાળાના નવા જોડાયેલા વિદ્યાર્થીઓ ભાગ લઈ સવારે ૯ થી ૪ સુધી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
કેમ્પની શરૂઆત સવારે ધ્વજવંદનથી કરવામાં આવી અને ઉપસ્થિત મહાનુભાવો અને સ્કાઉટ ગાઈડ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવશે. દિવસ દરમ્યાન આ વર્ષે પ્રવૃત્તિમાં જોડાયેલ બાળકોને પ્રવૃત્તિનો પરિચય મેદાની રમતો, ગીતો હર્ષનાદ, કલેટસ તેમજ જુદી-જુદી શાળાના બાળકો સાથે મિત્રતા કરાવવામાં આવી. જ્યારે જુના વિદ્યાર્થીઓ પ્રથમ-દ્વિતિય અને તૃતિય સોપાનના અભ્યાસક્રમથી વાકેફ થયા અને વ્હીસલ સંજ્ઞા, ભુમી સંકેત, હાથના ઈશારા વિવિધ પ્રાવીણ્ય ચન્દ્રકોનું પ્રેકટીકલ જ્ઞાન મેળવેલ. આમ પરીક્ષા પહેલાના રવિવારે બાળકો ટીવી, મોબાઈલ, વીડીયોગેમ વિગેરેને ભુલી પોતાના મિત્રો સાથે મીજાનંદ માણશે. સમુહ ભોજન મેદાની રમતો રમી બાળપણને જીવંત કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિ. મંત્રી અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં રોવરર્સ, રાજ્ય પુરસ્કાર સ્કાઉટ ગાઈડ તેમજ શિશુવિહાર સ્કાઉટ જહેમત ઉઠાવી હતી.