જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ કરણભાઈ બારૈયાને સોંપાયો. તાલુકાના ગંભીર પ્રશ્નોને હલ કરવા કાર્યવાહી શરૂ. જેમાં ટીંબી ગામમાં થયેલ ધારાસભ્યની ગ્રાન્ટ અને નાણા પંચના થઈ ગયેલ કામોના બીલો નહીં કરતા ચેરમેન સહિત ઉપવાસ પર ઉતરી જવા કાર્યવાહી શરૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જાફરાબાદ તાલુકા પંચાયત પદનો ચાર્જ ઉપપ્રમુખ કરણભાઈ બારૈયાને પ્રમુખ પદનો ચાર્જ સોંપાયો કારણ પ્રમુખ તરીકે રખમાઈબેન ભીમભાઈ કવાડ અગમ્ય કારણોસર રજા ઉપર ઉતરી ગયેલ જેનું મુખ્ય કારણ જાણવા મળતી વિગતો પ્રમાણે જાફરાબાદના ટીંબી ગામમાં વિકાસના કામો જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ નાણાપંચમાંથી બ્લોક રોડ સહિતના કામો સંપૂર્ણપણે થઈ ગયેલ હોય પણ ઈન્ચાર્જ ટીડીઓ કોઈના દબાણ વશથી ટીંબીના પૂર્ણ થયેલ કામોના લીધે ટલ્લે ચડાવતા વિખવાદ ચરમસીમાએ પહોંચતા તાલુકા પંચાયત પ્રમુખ પદે સર્વ તાલુકા પંચાયત સદસ્યોત ેમજ કારોબારી ચેરમેન પાંચાભાઈ ડાભી આવકાર્યા હતા અને તાલુકામાં ભાજપ-કોંગ્રેસના વિખવાદના કારણે ટીંબી ગામમાં થયેલ કામોના બીલ અટકાવ્યાથી પ્રમુખ કરણભાઈ બારૈયા, ચેરમેન પાંચાભાઈ ડાભી સહિત કોંગ્રેસી આગેવાનો કરણભાઈને સમર્થન આપી ટીંબી ગામના થઈ ગયેલ કામોના બીલો ન ચુકવાઈ તો ઉપવાસ આંદોલન કરવા ચક્રો ગતિમાન કરાયા છે.