ચોરાઉ મોટરસાયકલો સાથે કરચલીયાપરાના શખ્સો જબ્બે

1279

શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા શખ્સો ચોરાઉ મોટરસાયકલ સાથે પ્રભુદાસ તળાવ પાસેથી નિકળવાની પૂર્વ બાતમી આધારે ઘોઘારોડ પોલીસે શખ્સોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જી.કે.ઇશરાણીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડિ.સ્ટાફ પો.સબ.ઇન્સ એમ.એમ.મુનશી, હેડ કોન્સ. યોગભા જાડેજા, પો.કોન્સ કિર્તીસિંહ રાણા, ખેગારસિંહ ગોહિલ, ફારૂકભાઇ મહીડા, મહેશભાઇ હેમુભાઇ, વનરાજસિંહ પરમાર, કાળુભાઇ મેરાભાઇ એમ પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ કોન્સ. ફારૂકભાઇ મહીડા તથા પોલીસ કોન્સ. ખેંગારસિંહ ગોહિલને મળેલ અંગત બાતમી માહીતી આધારે રૂવાપરી ચોકથી પ્રભુદાસ તળાવ તરફ બે વાહન ચોર નિકળવાના હોય, જે બાતમી આધારે દેવાંગ ઉર્ફે દેવ ઉર્ફે દેવો ઉર્ફે ટોની રાજેશભાઇ મકવાણા ઉવ.૧૯, સુનીલ ઉર્ફે મહાદેવ અરવિંદભાઇ સોલંકી, ઉવ.૨૩, રહે.બન્ને કરચલીયાપરા, ભાવનગરવાળાઓને એક સુઝુકી એકસેસ મો.સા. કિ.રૂા.૪૦,૦૦૦/- સાથે મળી આવેલ છે અને બીજા બે એક્સેસ મો.સા. કિ.રૂા.૮૦,૦૦૦/- ના પકડવા પર બાકી આરોપીઓ હિરેન ઉર્ફે વાધો ધીરૂભાઇ ચૌહાણ, સુર્યો ઉર્ફે કાથાળી જેન્તીભાઇ વાઘેલા પાસે પડેલ હોય, તે કબ્જે કરવા માટે ઘોઘારોડ પોલીસે તજવીજ કરેલ.

Previous articleખેલમહાકુંભમાં રાણીલક્ષ્મીબાઈ પ્રાથમિક શાળાની સિધ્ધી
Next articleપાલિતાણાના યુવાન પોલીસ કર્મી.નું વાહન અકસ્માતમાં મોત નિપજયું