નહિ મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ….

1119

શહેરના આંગણે ચાલી રહેલ નવરાત્રી મહોત્સવની ઉઝવણી ચરમ સિમાએ પહોંચી છે. નવલા નોરતાના એક બાદ એક દિવસો પસાર થઈ રહ્યા છે રાસ ગરબે રમતા નવ યુવાન યુવતિઓને રાત પડેને દિવસ ઉંગે છે. ભારતીય લોક સંસ્કૃતિ સાથે ગરવા ગોહિલવાડની પ્રચીન સંસ્કૃતિ પરંપરાના અનોખા દર્શનો થઈ રહ્યા છે. આધુનિકતાના અભિગમ સાથે જુનવાણી પોષાકો પરિધાન કરી પ્રોફેશ્નલ તથા જાહેર સ્થળોએ યોજાયેલ રાસ ગરબા મહોત્સવમાં સંગીતના સથવારે મન મુકીને જુમી રહ્યા છે. તો બીજી તરફ વ્રત-વિધિ વિધાન અનુષ્ઠાનના આગ્રહીઓ તથા હિમાયતીઓ નવરાત્રીના પ્રત્યેક દિનેમાં નવ દુર્ગાના વિદ્દ વિદ્દ સ્વરૂપોની ઝાંખીના દર્શન પુજન કરી રહ્યા છે. તો બીજી તરફ રવિવાર હોય રજાનો દિવસ અને નવરાત્રીનુ પર્વ લોકો માટે ઉત્સવ માણવા સરળ રહ્યું હતું. આંબાવાડી, ક્રેસંટ, ભરતનગર, હાદાનગર, મેપાનગર સહિતના સ્થળોએ કરવામાં આવેલ જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleગુસ્તાખી માફ