ગુસ્તાખી માફ

1952

વિચારો રાષ્ટ્રવાદી જોઈએ પ્રાંતવાદી નહીં  પ્રાંતવાદીઓ મોટામાં મોટા રાષ્ટ્રોધ્રોહી

દેશની આઝાદીના આટલા વર્ષો બાદ હજી લોકો નાના નાના વાદમાં અંદરો અંદર સંઘર્ષ કરતાં જોવા મળે છે. ખરેખર રાષ્ટ્ર તથા રાષ્ટ્રવાદના વિચારો રાખવા જોઈએ. પ્રાંતવાદ જેવા કુઠીત ચિારો રાખવા એટલે રાષ્ટ્રપ્રત્યે દ્રોહ કરવા બરાબર છે. જેમને મોટામાં મોટા રાષ્ટ્રદ્રોહી સમજા રહ્યા. મતના રાજકારણમાં હંમેશા કંઈક ગતકડુ કરીને નેતાઓ પ્રજાને એકબીજા સાથે લાવવામાં ઉત્સાહી રહ્યા છે. અને આપણી લોકશાહીની આ પરીપકવતા ગણો કે અભણ-અજાગૃત-ભણ્યા પણ ગણ્યા વગરના આપણા મતદારો ગણો તેઓ કંઈક ને કંઈક રીતે આવા ગદ્દારોની ટ્રેપમાં પણ આવતા જ હોય છે.

હમણાં હમણાં ગુજરાતમાં હિન્દુ-મુશ્લીમ વાળુ શસ્ત્ર લગભગ બુઠુ થઈ ગયું હોય તેમ નવું પ્રાંતવાદી -રાજકારણ ચરણસીમાએ પહોંચેલું જોવા મળે છે. જેના મૂળમાં ત્રણ રાજોમાં આવનારી ચૂંટણીઓ સિવાય કશું જ ન હોઈ શકે. પરંતુ જાગૃત નાગરિકોએ આ વાત સમજી લેવાની જરૂર છે કે અંદર અંદર વ્યાદ્રમય બની રહીએ અને એવા તત્વોને ખુલ્લા પાડીએ જે દ્રેશદ્રોહનું કામ કરતાં હોય પછી તે ભલેને મોટો નેતા હોય કે કોઈનો હાથો બનેલું સંગઠન પ્રજાએ આવા ફતવાનો સામનો કરતાં હવે શીખી લેવાની જરૂર છે. બાકી શાંતિથી રહેવા લોકો તેમાંય ખાસ પેટીયું રળીને પોતાનું ગુજરાન ચલાવતા પોતાના રાજય છોડીને આપણે ભરોશે જીવતા ગરીબ લોકો પર શુરા થવું કયાંય રીતે યોગ્ય નથી.

બીજાની દિવાળી સુધરે કે નહીં પરંતુ પગાર લેતાં ધારાસભ્યોની દિવાળી એરીયર્સ સાથે સુધરી

પ્રજાના કહેવાતા સેવકો કે જેમને પ્રજાએ તિજોરી અને પૈસા સાચવવા આપ્યા, ટ્રસ્ટી બનાવ્યા પરંતુ તેમણે જ દલા તરવાડી વાળી કરી નિયમોનો ઉપયોગ કરી પોતાના પગાર ભથ્થા વધારી દીધા. એક તરફ મોઘવારીએ માજા મુકી છે. ગરીબને બે ટંક રોટલા માટે બે છેડા ભેગાં કરતાં આંખે પાણી આવી રહ્યા છે. દિવાળીની તો વાત જ શુ કરવી. ખેડૂતો બેહાલ છે, જીએસટી, નોટબંધી બાદ વેપારીઓ નિરાશ છે. ટુંકમાં બધાને દિવાળી બગડવાની નકકી છે તે સંજોગોમાં પગાર લેતા ધારાસભ્યોની દિવાળી સુધરી જવાની છે.

વિધાનસભાના ચોમાસુ સત્રમાં સર્વાનુમતે પસાર થયેલા ધારાસભ્યો- મંત્રીમંડળના સભ્યો અને પદાધિકારીઓના પગારવધારાના બિલને શુક્રવારે મંજૂર કરી રાજ્યપાલે સરકારને મોકલી આપ્યું છે. હવે નવેમ્બરમાં દિવાળી ઉપર પ્રજાના ટેક્સના પૈસે મંત્રીઓ અને ધારાસભ્યોને પગાર વધારા અને એરિયર્સની રકમની લાખો રૂપિયાની દિવાળી થશે. પગારવધારાના વાર્ષિક ૧૦ કરોડ અને એરિયર્સ પેટે ૬ કરોડ મળી કુલ ૧૬ કરોડનું ભારણ નાગરિકો ઉપર પડશે. ભાજપ અને કોંગ્રેસે ધારાસભ્યોના પગારવધારાનું બિલ સર્વસંમતિથી પસાર કર્યા બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને રાજભવન સુધી રજૂઆતો પહોંચી હતી. આ બિલને રાજ્યપાલે વિચારણામાં રાખ્યું હતું જે શુક્રવારે મંજૂરી સાથે સરકારને મળી ગયું છે. હવે નિયમાનુસાર નોટિફિકેશનની પ્રક્રિયા અનુસરીને સરકાર તેનો અમલ કરશે. સપ્ટેમ્બર મહિના સુધીના એરિયર્સ સાથે મંત્રીઓ અને ધારાસભ્યોને ઓક્ટોબરનો નવો પગાર નવેમ્બરમાં નવો પગાર મળશે. મંત્રીઓ અને વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓને ડિસેમ્બર-૨૦૧૭થી અને ધારાસભ્યોને ફેબ્રુઆરી ૨૦૧૮થી પગારવધારો અમલી બનશે. જેથી મંત્રીઓ-પદાધિકારીઓને ૧૦ મહિનાનું અને ધારાસભ્યોને ૮ મહિનાનું એરિયર્સ મળશે.

ભાજપની સાથે જ સ્ત્રીઓ અંગે કે યૌન શોષણ મામલે આવુ કેમ થાય છે : આત્મખોજની જરૂર

વદેશની જેમ ભારતમાં પણ -મી ટુ-ની લડતમાં બોલીવુડના સંસ્કારી બાબુજીની સાથે મોદી સરકારના એક મંત્રી એમ.જે.અકબરની વિરુદ્ધમાં એક નહિ પણ પાંચ-પાંચ આંગળીઓ ચીંધાઈ રહી છે. પૂર્વ સંપાદક અકબરની વિરુદ્ધમાં ઓછામાં ઓછી ચાર મહિલા પત્રકારોએ અવાજ ઉઠાવ્યો છે અને વધુ પણ થઇ શકે છે. જે એક પછી એક યૌન શોષણ બાબતે પોતાનો અવાજ ઉઠાવવા પ્રયત્નો કરશે. ભાજપા સરકારના કેન્દ્રીય મંત્રી અકબરની વિરુદ્ધમાં યૌન શોષણ કર્યાની ફરિયાદ ગંભીર મામલો છે. વડાપ્રધાન મોદી સરકારની છબી બગડતી બચાવવા માટે અકબર ધ ગ્રેટનું બલીદાન આપે એ સમયની માંગ છે. તેમની જ સરકારનાં મંત્રી મેનકા ગાંધીએ અકબર વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસની માંગ કરી છે. આ બાબતમાં મંત્રી સુષ્માજીને કેટલીક મહિલા પત્રકારોએ સવાલ કર્યા તો તે ચુપચાપ રવાના થઇ ગઈ કારણકે મામલો ગંભીર છે અને સરકારમાં જે માહોલ બન્યો છે કે બનાવાયો છે તેને જોતા વગર મંજુરીએ કોણ બોલશે..?? હા જો વિરોધ પક્ષના કોઈ નેતાનું નામ હોત તો ભાજપા મહિલા મોરચો મેદાનમાં આવી ગયો હોત.

કેન્દ્રમાં ભાજપાની સરકાર આવ્યા બાદ ભાજપાના ધારાસભ્ય, પાર્ષદ અને ન જાણે કેટલા પદાધિકારીઓ પર દુષ્કર્મ કે યૌન શોષણના આરોપ લાગ્યા, દાખલા તરીકે ગુજરાતમાં નલિયા ગેંગ રેપ મામલા, ગુજરાતનાં જ એક અન્ય પ્રદેશ ઉપાધ્યક્ષ ભાનુશાળીની વિરુદ્ધમાં દુષ્કર્મનો આરોપ, યુપીના ઉન્નાવનો ચર્ચાસ્પદ દુષ્કર્મ કાંડ જેમાં ભાજપાના ધારાસભ્યની વિરુદ્ધમાં ફરીયાદ દાખલ કરવાવાળી યુવતીનાં પિતાની માર મારીને હત્યા કરવી અને હવે મામલો ખુદ વડાપ્રધાન કે મંત્રીઓની નજીક પહોંચી ચુક્યો છે. રાજકીય પક્ષોમાં જો -મી ટુ- શરૂ થાય તો અનેક નેતાઓ વસ્ત્ર વગરનાં- નગ્ન દેખાશે. અનેકોનાં ભાંડાઓ ફૂટશે. ટિકીટ અપાવવાની લાલચમાં કેટલીય મહિલાઓનું યૌન શોષણ થયું હશે. બોલીવુડની જેમ રાજકીય ક્ષેત્રમાં -મી ટુ- શરૂ નહિ થાય તેની કોઈ ગેરંટી તો નથી. પરંતુ શરૂ પણ થવી જોઈએ. યૌનશોષણનો આરોપ લગાડવાવાળી મહિલા જાણે છે કે આવા પ્રકારના આરોપો પછી તેની પર શું વીતશે. છતાં પણ અન્યોને બચાવવા માટે તે પોતાનો અવાજ ઉઠાવે છે ત્યારે તેને ન્યાય આપવા માટે જેના પર આરોપ લાગ્યા હોય તેના પર કાયદાકીય કાર્યવાહી થાય ત્યારે તે પીડિતાને ન્યાય મળી શકે છે. મંત્રી અકબરની વિરુદ્ધમાં જે ચાર કે પાંચ મહિલા પત્રકારોએ અવાજ ઉઠાવ્યો છે તે મહિલાઓને ન્યાય અપાવવા માટે અકબરને ખુશીથી છુટો કરી દે-કાઢી મુકે. તે સંદેશ આપે છે કે બેટી પઢાવો-બેટી બચાવો, બેટીઓ જ્યારે પોતે જ બચાવ માટે રજૂઆત કરી રહી છે. તેમની સાથે થયું તેવું અન્ય સાથે ન થાય તેને માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો છે. તેમને વડાપ્રધાન ઉપર વિશ્વાસ છે કે તેઓ તેમને ન્યાય અપાવશે. તે પીડિત મહિલાઓને માટે માંધાતા મંત્રી અકબરને વડાપ્રધાન મોદી સરકારમાંથી દુર કરે. અગર આવું ન થાય તો સમાજ અને દેશમાં સરકારનો મેસેજ કેવો જશે..??

Previous articleનહિ મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ….
Next articleવડોદરા અને રાજકોટનું યુવાધન ગરબે ઘુમ્યું…