સોમાલિયામાં બે આત્મઘાતી વિસ્ફોટમાં ૧૬ લોકોના મોત, ૫૦ ઘાયલ

931

સોમાલિયાના બેડોઆ શહેરમાં બે આતંકવાદીઓએ એક રેસ્ટરા અને હોટલમાં આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં ૧૬ લોકોના મોત થયા છે જ્યારે ૫૦ લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આત્મઘાતી હુમલાવર દક્ષિણ પશ્ચિમી શહેર બેડોઆમાં આ સ્થળો પર ઘુસ્યા હતા અને પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી.આ વિસ્ફોટ ગત વર્ષે સોમાલિયામાં થયેલા ટ્રક વિસ્ફોટની પહેલી વર્ષગાંઠના એક દિવસ પહેલા થયો છે.

આ વિસ્ફોટમાં ૫૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. બેડોઆમાં પોલીસ અધિકારી અબ્દુલાહી મોહમ્મદે જણાવ્યું કે, વિસ્ફોટમાં ૧૬ લોકોના મોત થયા છે અને ૫૦ જેટલા ઘાયલ થયા છે. જેમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ છે. છ લોકો બીજા વિસ્ફોટમાં માર્યા ગયા અને બીજા દસ પ્રથમ વિસ્ફોટમાં. આ હુમલાની જવાબદારી સશસ્ત્ર સમૂહ અલ-શબાબે લીધી છે.

Previous articleમહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરશે તો “થાઇલેન્ડ”  બની જશે
Next articleકુંભ : તૈયારી માટે ૩૦મી નવેમ્બરની મહેતલ નક્કી