ભારત માતા કી જયના નારા સાથે રૂપાણી પ્રજાજનો વચ્ચે

763
guj9112017-7.jpg

ભારત માતા કી જયના નારા સાથે અમદાવાદના ખાડિયા-જમાલપુર, બહેરામપુરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન યોજાયું હતું. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના આશીર્વાદ પણ રૂપાણીએ મેળવ્યા હતા. જમાલપુરમાં લઘુમતિ સમાજના લોકોએ પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. બહેરામપુરામાં ગરીબ-અનુસુચિત જાતિના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ભાજપે સર્વસ્પર્શી અને સર્વ સનાવેશક વિકાસને વરેલી પાર્ટી છે. શાંત અને સલામત અને પ્રગતિશીલ ગુજરાત ભાજપનો મહામંત્ર છે. ૭મી નવેમ્બરથી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનની શરૂઆત થયા બાદથી આનો સિલસિલો જારી રહ્યો છે. આના ભાગરુપે વિજય રૂપાણીએ આજે જુદા જુદા વિસ્તારોમાં જનતા જનાર્દન સાથે સંપર્ક કર્યો હતો અને રોડ શો યોજ્યો હતો. અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિરમાં પણ પહોંચ્યા હતા. રૂપાણીએ અમદાવાદ ખાતે આજના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના પ્રારંભે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર અને દેશની મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર પ્રજાની સેવાને વરેલી છે. સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે કાર્ય કરી રહી છે. જનજનને તેનું સમર્થન ખાડિયા-જમાલપુર વિસ્તારમાં સમાવિષ્ટ તમામ સમુદાયના લોકોએ કરેલા સન્માન થકી આનો અહેસાસ થયો છે. લઘુમતિ સમુદાયના લોકો પણ  વિકાસને સમર્થન આપી રહ્યા છે. કોંગ્રેસના નકારાત્મક વિવાદોને જાકારો આપી રહ્યા છે. ખાડિયા-જમાલપુર વિધાનસભાના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં ભુષણ ભટ્ટ અને અન્ય કોર્પોરેટર અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રવક્તાએ આજે માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં ભાગ લેવા માટે આવતીકાલે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી તેમજ ટેક્સટાઇલ પ્રધાન સ્મૃતિ ઇરાની અમદાવાદ પહોંચશે. ભાજપના મિડિયા સેન્ટરની મુલાકાત લેશે. બીજી બાજુ ભાજપના કેન્દ્રીયમંત્રી હંસરાજ આહિર, જુનાગઢ અને રાજકોટ ખાતે મનોજ સિંહા પાટણ ખાતે ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં જોડાશે. બીજી બાજુ ભાજપ યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં ગૌરવ મહાસંપર્ક અભિયાનના ભાગરુપે આવતીકાલે કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આ હેઠળ ભાજપ યુવા મોરચાના કાર્યકરો સમગ્ર રાજ્યમાં ૫૮૬ મંડળોમાં સંપર્ક સાધશે.
ગુજરાત યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલ કલોલમાં કેઆરસી કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરી ગુજરાત અને ભારત સરકારના વિકાસના કાર્યો લઇને સંવાદમાં જોડાયા છે. ગાંધીનગર શહેરના સેક્ટર-૧૫ ખાતે યુવાનોનો સંપર્ક કરી ભાજપની વિચારધારાને રજૂ કરી હતી.

Previous articleભાજપ ગુજરાતમાં ૧૫૦થી વધુ બેઠકો મેળવશે : ગોયલ
Next articleભારત માતા કી જયના નારા સાથે રૂપાણી પ્રજાજનો વચ્ચે