કેન્સિંગ્ટન પેલેસે પ્રિન્સ હેરી તેમજ તેમના પત્ની ડચેસ ઓફ સસેક્સને લઈને મહત્વની જાહેરાત કરી છે. બ્રિટનના રોયલ પરિવારના આંગણે વધુ એક વખત પારણું બંધાશે. મેઘન મર્કલ આગામી એપ્રિલ-મે ૨૦૧૯માં માતૃત્વ ધારણ કરશે તેવી સત્તાવાર ઘોષણા કેન્સિંગ્ટન પેલેસ દ્વારા કરવામાં આવી છે.
પેલેસે જણાવ્યા મુજબ યુગલે ‘શાહી લગ્ન દરમિયાન વિશ્વભરમાંથી તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા તે બદલે તેમનો આભાર માન્યો છે અને હવે વધુ એક રળિયામણી ઘડી શાહી પરિવારમાં આવી રહી છે. આ ખુશખબરીને લોકોને જણાવતા અમને આનંદ થાય છે.’
ઉલ્લેખનીય છે કે પ્રિન્સ હેરી અને મેઘન મર્કલ આજે સીડની પહોંચ્યા હતા અને અહીંથી તેઓ ઓસ્ટ્રેલિયા, ફીજી, ટોંગા અને ન્યુઝીલેન્ડની ૧૬ દિવસની યાત્રાએ નિકળશે. આ યાત્રા મંગળવારથી શરૂ થશે અને રોયલ કપલ તેમની મુલાકાત દરમિયાન ઈન્વિક્ટસ ગેમ્સ, સીડની ઝુ સહિત અન્ય સ્થળોની મુલાકાત લેશે.