ભારતના મિસાઈલ મેન તરીકે લોકપ્રિય અને પરમાણુ કાર્યક્રમના પિતા ગણાતા અબ્દુલ કલામના જન્મદિવસે દેશના લોકોએ તેમને યાદ કર્યા હતા. તેમની સિદ્ધીઓ અભૂતપૂર્વ રહી છે. પરમાણુ કાર્યક્રમના ક્ષેત્રમાં તેમની સિદ્ધીઓ અને યોગદાનને ભારતીય લોકો ક્યારેય ભુલી શકશે નહીં. આજે તેમના જન્મદિવસે યાદ કરવામાં આવ્યા હતા. અબ્દુલ કલામ ૨૫મી જુલાઈ ૨૦૦૨થી ૨૫મી જુલાઈ ૨૦૦૭ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા. ૧૫મી ઓક્ટોબર ૧૯૩૧ના દિવસે રામેશ્વરમમાં અબ્દુલ કલામનો જન્મ થયો હતો. પ્રોફેશનથી તેઓ પ્રોફેસર, લેખક અને એરોસ્પેશના વૈજ્ઞાનિક તરીકે રહ્યા હતા. પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે તેમને ગણવામાં આવે છે. અબ્દુલકલામે ભૌતિક વિજ્ઞાન અને એરોસ્પેસમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચાર દશક સુધી વૈજ્ઞાનિક અને સાયન્સ એડમિનિસ્ટ્રેટર તરીકે રહ્યા હતા. ડિફેન્સ રિસર્ચ ડેવલોપમેન્ટ ભારતના નાગરીક અંતરીક્ષ કાર્યક્રમમાં પણ રહ્યા હતા. મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા તરીકે પણ તેમની નોંધ લેવામાં આવી હતી. બેલાસ્ટીક મિસાઈલના વિકાસમાં તેમની ઉલ્લેખનીય ભૂમિકા રહી હતી. તેઓએ પોખરણ-૨ પરમાણુ ટેસ્ટમાં અતિમહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૨૦૦૨માં કલામ ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બન્નેનો તેમને ટેકો મળ્યો હતો અને પાંચ વર્ષ સુધી સેવા કર્યા બાદ તેઓ શૈક્ષણિક, લેખનમાં પરત ફર્યા હતા. તેમને અનેક પ્રતિષ્ઠાજનક એવોર્ડ મળી ચુક્યા છે જેમાં ભારતના સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નનો પણ સમાવેશ થાય છે. તમિલ મુસ્લિમ પરિવારમાં તેમનો જન્મ થયો હતો.કલામ પોતાનામાં એટલી મહાન હસ્તી હતી કે તેમના વિચારોથી આ તમામ માહિતી મળી જાય છે. અબ્દુલ કલામની સિદ્ધીઓને દેશના લોકો ક્યારેય ભુલી શકે તેમ નથી. કલામે વિજન ૨૦૨૦ આપ્યુ હતુ. જેમાં કલામે વૈજ્ઞાનિક પ્રગતિ મારફતે ૨૦૨૦ સુધી ભારતને આધુનિક બનાવવા માટેની દુરદર્શીતા આપી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ કલામનુ જીવન પોતાની રીતે જ એક પ્રેરણા સમાન છે. વર્ષ ૨૦૧૧માં એક ફિલ્મ આવી હતી. જેનુ નામ આઇ એમ કલામ રાખવામાં આવ્યુ હતુ. જેમાં એક ગરીબ રાજસ્થાની બાળક છોટુ પર કલામના વિચારોની એટલી અસર થાય છે કે તે પોતાનુ નામ બદલીને કલામ રાખી લે છે. ખુબ ઓછા લોકો જાણે છે કે કલામના પિતા માછીમારોને નોકા ભાડા પર આપવાનુ કામ કરતા હતા. તેઓ ભણેલા ન હતા. પરિવાર પણ મોટુ હોવાના કારણે આર્થિક તંગી રહેતી નથી. કલામે પોતાનુ પ્રાથમિક શિક્ષણ મેળવી લેવાની જવાબદારી પોતે લીધી હતી. તેઓ પોતાના અભ્યાસને જાળવી રાખવા માટે અખબારો વેચતા હતા. વહેલી સવારે ચાર વાગે ઉઠી જતા હતા. સ્નાન કરીને ગણિત ભણવા માટે જતા રહેતા હતા. કારણ કે તેમના શિક્ષક સ્નાન વગર આવનારને પરત મોકલી દેતા હતા. ક્લાસ બાદ આઠ વાગ્યા સુધી રેલવે સ્ટેશન પર અને બસ સ્ટેન્ડ પર અખબારો વેચતા હતા. ત્યારબાદ સ્કુલ જતા હતા.