આંધ્રપ્રદેશમાં તિતલી તોફાનના કારણે કુલ ૪ લોકોના મૃત્યુ થયા છે. જેમાં ઓરિસ્સા અને બંગાળના લોકો શામેલ છે. તોફાનથી થયેલા નુકસાનના પગલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ કેન્દ્ર સરકાર પાસે ૧,૨૦૦ કરોડની આંતરિક અને ૨,૮૦૦ કરોડની નાણાકીય સહાયની માંગ કરી છે. નાયડૂએ શનિવારે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું,’ તિતલી તોફાનથી રાજ્યને લગભગ ૨,૮૦૦ કરોડ રૂપિયાનું નુકસાન પહોચ્યું છે. બાગાયતી ખેતીને ૧,૦૦૦ કરોડ, કૃષિને ૮૦૦ કરોડ, વિજળી વિભાગને ૫૦૦ કરોડ, આર એન્ડ બી અને પંચાયત રાજને ૧૦૦-૧૦૦ કરોડ, સિંચાઈ અને આર ડબ્લ્યુ એસ વિભાગને ૧૦૦-૧૦૦ કરોડ અને મત્સ્ય વિભાગને ૫૦ કરોડનું નુકસાન પહોંચ્યું છે.
પત્રમાં નાયડૂએ કહ્યું, ‘હું કેન્દ્ર સરકારને અરજી કરું છું કે ઉદારતા સાથે અવિરત આર્થિક સહાય આપતી રહે જેથી લોકોને કટોકટીના સમયમાં મદદ પૂરી પાડી શકાય.’ ચક્રવાત અને ભારે વરસાદથી પશ્ચિમ બંગાળના પશ્ચિમી મેદિનીપુર અને ઝાડ્ગ્રામ જિલ્લાઓમાં ભારે નુકસાન થયું.
પશ્ચિમી મેદનીપુરમાં એક વ્યક્તિનું મોત થયું તેમજ રાજમાર્ગ પાંચ પર ઘણા ઝાડ પડી ગયા. મૌસમ વિભાગે ઓરિસ્સાના ગંજમ, ગજપતિ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ખુર્દા, નયાગઢ, કટક, જાજપુર, ભદ્રક અને બાલાસોર જેવા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. ઓરિસ્સામાં ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે જે ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આંધ્રપ્રદેશમાં તિતલી તોફાનના કારણે કુલ ૪ લોકોના મૃત્યુ થયા છે.