આઈસીસી ટેસ્ટ રેન્કિંગ : કોહલી ટૉચ પર,પૃથ્વી-પંતની લાંબી છલાંગ

1156

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસીની તાજા વર્લ્ડ રેન્કિંગમાં નંબર ૧ ટેસ્ટ બેટ્‌સમેન તરીકે યથાવત છે, જ્યારે પૃથ્વી શો અને રિષભ પંતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રેણી સમાપ્ત થયા બાદ જાહેર થયેલા રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. આ વર્ષે અન્ડર-૧૯ વિશ્વકપમાં વિજેતા ભારતીય ટીમની આગેવાની કરનાર શોએ પોતાની પર્દાપણ શ્રેણીમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદમાં ૭૦ અને અણનમ ૩૩ રનની ઈનિંગ રમવાને કારણે તે ૧૩ સ્થાન ઉપર આવીને ૬૦માં સ્થાને પહોંચી ગયો છે. તેણે પોતાના પર્દાપણ મેચમાં સદી ફટકારીને રેન્કિંગમાં ૭૩માં સ્થાને પ્રવેશ કર્યો હતો.

વિકેટકીપર બેટ્‌સમેન પંતે ૯૨ રનની ઈનિંગની મદદથી ૨૩ સ્થાનની છલાંગ લગાવી છે અને તે ૬૨માં સ્થાને પહોંચી ગયો છે. દિલ્હીનો આ ક્રિકેટર શ્રેણી શરૂ થયા પહેલા ૧૧૧માં સ્થાને હતો. તેણે રાજકોટમાં પ્રથમ મેચમાં પણ ૯૨ રન બનાવ્યા હતા. અંજ્કિય રહાણે પણ ૮૦ રનની ઈનિંગની મદદથી ૪ સ્થાન ઉપર આવીને ૧૮માં સ્થાને પહોંચી ગયો છે.

બોલરોમાં ઉમેશ યાદવને પણ ૪ સ્થાનનો ફાયદો થયો છે અને તે બોલરોની રેન્કિંગમાં ૨૫માં નંબરે પહોંચી ગયો છે. ઉમેશ ભારતીય જમીન પર મેચમાં દસ વિકેટ ઝડપનારો ત્રીજો બોલર બન્યો હતો, જેથી તેના રેન્કિંગમાં સુધાર થયો છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન જેસન હોલ્ડરે તમામ વિભાગમાં સારી પ્રગતી કરી છે. ભારત વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં ૫૬ રન આપીને ૫ વિકેટ ઝડપવાથી તે બોલરોના રેન્કિંગમાં ૪ સ્થાન ઉપર આવીને ૯માં સ્થાન પર પહોંચી ગયો છે, જે તેના કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.

Previous articleશ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યા પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ
Next articleઅફઘાન ક્રિકેટર હઝરતુલ્લાહે છ બોલમાં છ સિક્સ ફટકારી ઇતિહાસ રચ્યો