શહેરમાં રખડતા ઢોરના નિયમનનું પાલન કરવામાં મનપા નિષ્ક્રિય

1004

મહાપાલિકા દ્વારા શહેરમાંથી ઢોર પકડવાનું શરૂ કરાય છે અને ગમે ત્યારે બંધ કરી દેવાય છે. ત્યારે નોંધવું રહેશે કે અહીં રખડતા ઢોરના નિયમન માટેનું જાહેરનામુ ૧૯૯૨માં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું હતું અને વર્ષ ૨૦૧૧માં મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૪માં મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉના જાહેરનામાની કલમો સંબંધે નવેસરથી જાહેરનામુ બહાર પાડીને શહેરમાં ચોપગા પશુ કોઇપણ સેક્ટરમાં રાખવા પર પ્રતિબંધ મુક્યો હતો.

છતાં રાજ્યના પાટનગરમાં રખડતાં ઢોરની સમસ્યા ઠેરની ઠેર છે. હવે ઢોર પાર્ટીના રક્ષણ માટે જ્યારે પોલીસ ઉપલબ્ધ બને ત્યારે કામ કરવામાં આવે છે.

રખડતા ઢોર પકડવા જતાં મહાપાલિકાના માણસો પર અગાઉ પશુપાલકો દ્વારા હુમલા થઇ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે પાટનગર હોવાથી પોલીસ પણ રોજે રોજ ઉપલબ્ધ થતી નથી. પરંતુ આગામી પાખવાડિયા દરમિયાન રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ વેગવાન કરાશે. તેમણે કહ્યું કે છેલ્લે ૨૦૧૪માં બહાર પાડવામાં આવેલા જાહેરનામ પ્રમાણે સેક્ટરમાં ચોપગા પશુ રાખવા પર પ્રતિબંધમુકાયેલો છે. તેની સાથે પશુને ગંદો પદાર્થ ખવડાવવા અને   ખવડાવવા દેવા પર પ્રતિબંધ મુકેલો છે. સાથે જ ઉપદ્રવકારક બને તે પ્રકારે માલિકીની જગ્યામાં પણ પશુ કે પંખીને રાખવાના નથી. નગરમાં પડતર પડેલી સરકારી કે ખાનગી માલિકીની જમીન પર દબામ કરીને કોઇપણ વ્યક્તિ ત્યાં ઘોડા, ગાય, ભેસ, બળદ, બકરા, ઘેટા કે ગધેડા સહિત કોઇપણ ચોપગા પ્રાણી પશુને રાખી શકતાં નથી. અડચણ અને ત્રાસરૂપ બનતા તથા ગંદકી ફેલાવતા પશુના સંબંધે મહાપાલિકા પશુ દિઠ રૂપિયા ૫૦૦ દંડ પશુપાલક અથવા કસુરવાન પાસેથી વસુલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.

ઢોરને પકડવાની કામગીરી કરવા દરમિયાન પણ બેદરકારીભર્યું આચરમ કરવાનું નથી. આમ નિયમો ૨૪ વર્ષ પહેલા નક્કી કરવામાં આવ્યા છે અને તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવેલું હોવા છતાં તેનો રાજ્યના પાટનગરમાં જ કોઇ અસરકારક અમલ થતો જોવામાં આવતો નથી.

Previous articleકડી GIDCમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
Next articleધંધાદારી ગરબા સામે નગરજનો પરંપરાગત શેરી ગરબાની મોજ માણી રહ્યા છે