રાજયની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને સલામતીને લઇને ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવવાનું ફરમાન કરાયું છે. જો સ્કૂલોમાં ઝ્રઝ્ર્ફ કેમેરા નહી હોય તો સ્કૂલની માન્યતા રદ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડ્ઢર્ઈંને ફરમાન જારી કરાયો છે. મહત્વપૂર્ણ છે કે, બોર્ડની સૂચનાથી ઝ્રઝ્ર્ફ કેમેરા વિનાની સ્કૂલોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને લઇ સ્કૂલોમાં સીસીટીવી લગાવવાનો આદેશ કર્યો છે. જેમાં કોઇ સ્કૂલમાં જો સીસીટીવી નહીં લગાવેલા હોઇ તેની માન્યતા રદ્ કરી દેવામાં આવશે તેવું શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું.