સચિવાલય કેન્ટીન ખાતે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જિલ્લાની ૩૨ સ્કૂલોના ૧૫૦ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વેઇટ કેટેગરીમાં વિજેતા થનાર ખેલાડીઓને મેડલ એનાયત કરાયા હતાં. જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ૬ ગોલ્ડ,૪ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેળવી પ્રથમ સ્થાને આવી હતી.જ્યારે હિલવુડ સ્કૂલ ૫ ગોલ્ડ,૬ સીલ્વર અને ૬ બ્રોન્ઝ સાથે બીજા સ્થાને રહી હતી.