સિહોર તાલુકાના સર ગામે માતાજીના નવલા નોરતામાં લોકો ડીજેના તાલે રમતા હોઈ છે ત્યારે ગામડામાં રોજ અલગ-અલગ માનવની ભવાઈ રમાઈ રહી છે. હાલ આપણી આ સંસ્કૃતિ હવે લપ્ત થતી જોવા મળે છે. હજુ પણ અમુક ગામમાં જોવા મળે છે અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો આ ભવાઈ જોવા માટે ઉમટી રહ્યા છે. જેમાં રા નવઘણ, હુ કોણ ખેમરો, જોગીદાસ ખુમાણ, વગેરે ભવાઈ રમાઈ રહી છે.