બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જો દિવસ ૧૦ માં સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની આપી આગેવાનો એ ચીમકી આપી હતી.
સમગ્ર ગુજરાત માં મોટા ભાગ ના વિસ્તાર માં ચાલુ વર્ષે ખુબજ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે આવી જ પરિસ્થિતિ બોટાદ જિલ્લા ના ખેડૂતો ની હોય ખેડૂતો દ્વારા ઓછા વરસાદ ને લઈ અવાર નવાર આવેદન પત્ર આપી જલદ કાર્યક્રમો યોજી સિંચાઈ ના પાણી ની માંગ કરેલ પણ સમયસર પાણી ન મળતા તેમજ અમુક ગામડા માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તે તમામ ની હાલત કફોડી હોય તેવી રાજુવાત સાથે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર ની આગેવાની માં ૨૫૦ જેટલા ખેડૂતો દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી બોટાદ જિલ્લા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સત્વરે પશુ ઓ માટે ઘાસચારો અને પાણી ની વ્યવસ્થા કરી આપે કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ જો દિવસ ૧૦ માં ખેડૂતો ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ સરકાર દ્વારા કોઈ સુવિધા કે જિલ્લા ને અછત ગ્રસ્ત જાહેર કરવામાં નહિ આવે તો જિલ્લા કોંગ્રેસ સમિતિ ખેડૂતો ને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે જલદ આંદોલન આપશે તેવી જિલ્લા કોંગ્રેસ આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ.