તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલના આંગણે નાના નાના ભુલકાઓનો નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ માં આદ્યશક્તિનું મહાપર્વના પવિત્ર દિવસે જગત જનની માં ભગવતીની આરાધના કરી હતી. વિવિધ વેશભુષા કૌશલ્ય અને આત્મિયતા સાથે બાળકો મન ભરીને ઝુમી ઉઠ્યા હતાં. આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરી પ્રેરણા પ્રદાન કરવા વિવિધ રાજકીય, સામાજીક અને શૈક્ષણિક આગેવાનોની પ્રેરક ગરીમય ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ પ૦ વિદ્યાર્થીઓને ઈનામ આપી સનમાનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં માં ભગવતીની મહાઆરતીમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ સહ વાલીગણ ઉત્સાહભેર જોડાયા હતાં.