આજે તા. ૧પ-૧૦-ર૦૧૮ના રોજ ભારતના મિશાઈલમેન તથા ગ્રેટ સાયન્ટીસ્ટ તરીકે ઓળખાતા એવા ડો. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મ જયંતિ નિમિત્તે કસ્બા અંજુમને ઈસ્લામ દ્વારા વિજ્ઞાનનગરીમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે સર્જનાત્મકતા અને જાગૃતતાના ઉમદા હેતુથી કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન નગરીમાં અલગ અલગ પ્રકારના પ્રયોગો, મોડેલ્સ, મ્યુઝીયમ, સાયન્સ કલીપ અને ડો. એ.પી.જે. અબ્દુલ કલામની જીવન ગાથા પર પિકચર દેખાડવામાં આવ્યું. અને અંતિમમાં વિજ્ઞાનનગરીને ભાવનગરમાં આવું વીશિષ્ઠ કાર્ય કરવા બદલ ભેટ સ્વરૂપમાં અબ્દુલ કલામના ફોટા વાળો મોમેન્ટો આપી કાર્યક્રમનું સમાપન કરેલ. આપણા દેશના મિશાઈલમેન અને સમગ્ર યુવા વર્ગ માટે પ્રેરણા સ્વરૂપ કે જેમણે ભારતના યુથ માટે વીઝન-ર૦ર૦ આપેલ, શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે હંમેશા તત્પર તેવા શ્રેષ્ઠ વિજ્ઞાનિકની જન્મજયંતિને અનોખી રીતે ઉજવવાના પ્રોગ્રામને સફળ બનાવવા માટે એડવોકેટ સંજયભાઈ પરાંજપે, વિજ્ઞાનનગરીના અશ્વિનભાઈ પ્રજાપતિ તથા કસ્બાના તોફીકભાઈ શેખ, મોહસીનભાઈ મોદન, સાદ ગુન્દીગરા, હય્યુંમ શેખ દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.