સર ટી. હોસ્પિ.માં નિરાધારનો આધાર બન્યા સેવાભાવીઓ

1136

શહેરના સર ટી. હોસ્પિટલમાં આર્થિક રીતે અત્યંત ગરીબ પરિસ્થિતિ ધરાવતી મહિલાનું બિમારીને લઈને અવસાન થતા હોસ્પિટલ સ્થિત લોકોએ પારીવારીક લાગણીની હુંફ સાથે અંતિમક્રિયા માટે લોકફાળો એકઠો કરી આપી માનવતાની મહેક પ્રસરાવી છે.

સમગ્ર હૃદયસ્પર્શી ઘટના અંગે સર ટી. હોસ્પિટલ સ્થિત સુત્રોના જણાવ્યા અનુસાર બોટાદ જિલ્લાના બરવાળા ગામે રહેતા અને છુટક મજુરી કરી જીવનનિર્વાહ ચલાવતા ધનજીભાઈ ડાભીની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય આ દારૂણ ગરીબીમાં સબડતા પરિવારની કસોટી કુદરત લઈ રહ્યું હોય તેમ થોડા સમય પૂર્વે ધનજીભાઈના પત્ની ગૌરીબેનને ટીબીની ગંભીર બિમારી લાગુ પડતા ભાવનગર સર ટી. હોસ્પિટલમાં આવેલ ટીબી વોર્ડમાં ખસેડવામાં આવેલ પરંતુ તબીબોની કોઈ કારી સારવાર કામ આવી ન હતી અને સારવાર દરમ્યાન ગૌરીબેનનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પરિવારમાં નાની ઉંમરનો પુત્ર તથા તેના પતિ હોય એકાએક કુદરતે કરેલ વજ્રઘા તથા નબળી આર્થિક પરિસ્થિતિને લઈને તેઓ વિહ્‌વળ બન્યા હતા. ઘેરા શોકમાં ગરકાવ ધનજીભાઈ પત્નીનો મૃતદેહ કઈ રીતે ઘરે લઈ જવો અને અંતિમક્રિયા કઈ રીતે કરવી તે બાબતે ભારે મુંજવણ અનુભવી રહ્યાં હતા. કારણ કે ખીસ્સામાં ફુટી કોડી પણ ન હોય આથી તેઓ ભારે હતાશ બન્યા હતા પરંતુ આવા કપરા કાળ અને હળહળતા કળીયુગમાં માનવતા જીવંત છે. આ હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવેલ સેવાભાવીઓને આ ઘટનાની જાણ થતા સેવાભાવીઓને આ ઘટનાની જાણ થતા સેવાભાવી રાહુલ જોશી, નટુભાઈ ચાવડા, જાવેદભાઈ, ભીખુભાઈ ચૌહાણ તથા સલીમભાઈ શેખ સહિતની અગ્રણીઓએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના લોકો પાસેથી ફાળો એકઠો કરી અંદાજે પાંચેક હજાર જેવી રકમ એકઠી કરી અપહ્યત ધનજીભાઈને આપી કઠીન ઘડીએ સાંત્વના આપી પત્નીનો મૃતદેહ તેના ગામ સુધી પહોંચાડવા તથા અંતિમ ક્રિયા અર્થે જરૂરી મદદ કરી માનવતાનો ઉત્તમ અને ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

Previous articleહીરા સ્ટીલ પાસેથી GST વિભાગ ૧૭.૩૧ લાખનો દંડ વસુલ્યો
Next articleસર ટી હોસ્પિ.માં સ્વાઈન ફ્લુના લક્ષણો ધરાવતી મહિલાનું મોત