૧૨મી રાષ્ટ્રીય યોજનામાં જળ વ્યવસ્થાપન, સિંચાઈ અને વીજ ઉત્પાદન માટે અનુક્રમે ૪૩ અબજ ડોલર, ૯૨ અબજ ડોલર અને ૨૨૦ અબજ ડોલરનાં રોકાણની જોગવાઈ કરવામાં આવી છે, જેનાં પરિણામે આગામી પાંચ વર્ષમાં ગુજરાતનાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં તેજી આવવાની અપેક્ષા છે. આગામી પાંચ વર્ષમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં માગનો વાર્ષિક વૃદ્ધિદર ૧૦ ટકાથી વધારે રહેવાની ધારણા છે, જેને પૂર્ણ કરવા ઉદ્યોગે પ્લાસ્ટિક મશીનરીમાં ૧૨ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ચોક્કસ, પ્લાસ્ટઇન્ડિયા ૨૦૧૮ પ્લાસ્ટિક ઉદ્યોગમાં ગુજરાતમાં રહેલી તકો અને રાજ્યનાં ઉદ્યોગોનું વર્ચસ્વ પ્રદર્શિત કરશે. દર ત્રણ વર્ષે યોજાતો પ્લાસ્ટઇન્ડિયા ફેબ્રુઆરી, ૨૦૧૮માં ગાંધીનગરમાં યોજાશે, જેમાં ૪૦થી વધારે દેશનાં ૨૦૦૦થી વધારે પ્રદર્શકો અને ૨૦૦,૦૦૦થી વધારે મુલાકાતીઓ સામેલ થશે એવી અપેક્ષા છે.
પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશનનાં પ્રમુખ કે કે સેકસરિયાએ કહ્યું હતું કે, “ભારતમાં ગુજરાત પ્લાસ્ટિક ઉત્પાદનનું હંમેશા કેન્દ્ર રહ્યું છે. ગુજરાત ૬૦ ટકા પ્લાસ્ટિકનો કાચો માલ તથા પ્લાસ્ટિક ઉત્પાદન માટે ૬૦ ટકા ટેકનોલોજી અને મશીનનું ઉત્પાદન કરે છે. ભારતનાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં ગુજરાતનું પ્રદાન રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધારે છે, જેમાં પ્રોસેસિંગ, મશીનરી અને કાચો માલ સામેલ છે તથા તેમાં વર્ષે ૧૫ ટકાનો વૃદ્ધિદર જોવા મળે છે.
પ્રદર્શન સમિતિનાં અધ્યક્ષ રાજીવ ચિતલિયાએ કહ્યું હતું કે, “આ ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન બની રહેશે. અમને ભારતનાં તમામ વિસ્તારો અને દુનિયાનાં ૪૦ દેશોમાંથી પ્રદર્શકો અને મુલાકાતીઓ મળશે તેવી ખાતરી છે.
દર ત્રણ વર્ષે યોજતો ૧૦મું આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક પ્રદર્શન, કોન્ફરન્સ અને સમારંભ પ્લાસ્ટઇન્ડિયા ૨૦૧૮ દુનિયામાં બીજું સૌથી મોટું પ્રદર્શન છે તથા દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી મોટું પ્રદર્શન છે. આ ઇવેન્ટને ભારત સરકાર, ગુજરાત સરકાર અને ૈદ્ગડ્ઢઈઠ્હ્વ તથા ભારત સરકારનાં રસાયણ અને ખાતર મંત્રાલયનો સાથસહકાર પ્રાપ્ત છે.