ગોવા ભાજપની વેબટાઇટ પર પાકિસ્તાન જિન્દાબાદના નારા લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વેબસાઇટ ખોલતા જ સામે પાકિસ્તાન લખેલું જોવા મળ્યું હતું. બાદમાં તેની નીચે હેક્ડ અને પાકિસ્તાન જિન્દાબાદ લખેલું હતું. જો કે પાર્ટી કાર્યકર્તા વેબસાટિટને રીસ્ટોર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.
હેકરે વેબસાઇટને માત્ર હેક જ નહોતું કર્યું પરંતુ પોતાની ઇમેઇલ આઇડી પણ આપી હતી. ધ ક્વિટના રિપોર્ટ પ્રમાણે હેકરનું નામ મોહમ્મદ બિલાલ છે અને તેની ઇમેઇલ આઇડી આપવાનો અર્થ થયો કે તમારામાં તાકાત હોય તો મને પકડી બતાવો. આ હેકરની આઇડી ષ્ઠટ્ઠંષ્ઠર.ૈક.ર્એ.ષ્ઠટ્ઠહજ્રર્રંદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ છે.
આવું પ્રથમ વખત નથી થયું. અગાઉ પણ ભારતમાં કોઇ વેબસાઇટ હેકર્સનો શિકાર થઇ ચૂકી છે, જમ્મુ કાશ્મીર ભાજપની વેબસાઇટ પણ એપ્રિલમાં હેક થઇ ચૂકી છે, હેકરે માગ કરી હતી કે કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાના મામલે તેના પરિવારને ન્યાય મળે.