લાહોરના મહારાજાએ ઇંગ્લેન્ડની મહારાણીને દબાણમાં આપ્યો હતો કોહિનૂર : ખુલાસો

959

વિશ્વમાં લોકપ્રિય કોહિનૂર હીરો ના તો ઇસ્ટ ઇન્ડિયા કંપીનને ગિફ્ટમાં આપવામાં આવ્યો ના તો ચોરી થયો હતો. હકીકતમાં, લાહોરના મહારાજા દીલીપ સિંહે હીરો દબાણમાં ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાની સામે સરેન્ડર કરવો પડ્યો હતો. આ ખુલાસો એક આરટીઆઇના જવાબમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (એએસઆઇ)એ કર્યો છે.

એએસઆઇએ જવાબ માટે લાહોર સંધિનો ઉલ્લેખ કર્યો. તેમાં જણાવ્યું કે, ૧૮૪૯માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લોર્ડ ડેલહાઉઝી અને મહારાજા દિલીપ સિંહની વચ્ચે એક સંધિ થઇ હતી. જેમાં અંગ્રેજ શાસનના લાહોરના મહારાજ દિલીપ સિંહને કોહિનૂર સરેન્ડર કરવા માટે કહ્યું હતું.

એએસઆઇએ સ્પષ્ટતા કરી હતી કે, સંધિ દરમિયાન દિલીપ સિંહ (જે તે સમયે માત્ર ૯ વર્ષના હતા)એ પોતાની મરજીથી મહારાણીને હીરો ગિફ્ટમાં નહતો આપ્યો, પરંતુ તેઓની પાસે બળજબરીથી લીધો હતો.

૨૦૧૬માં ભારત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કોહિનૂર હીરો ના તો બ્રિટિશોએ બળજબરીપૂર્વક લીધો હતો અને ના તો તે ચોરી થયો હતો.

સરકારે કહ્યું હતું કે, પંજાબના મહારાજા રણજીત સિંહના ઉત્તરાધિકારીએ એન્ગલો-શીખ યુદ્ધના ખર્ચના બદલે સ્વૈચ્છિક વળતર તરીકે અંગ્રેજોને કોહિનૂર ભેટમાં આપ્યો હતો.

Previous articleપ્રશાંત કિશોર જેડીયુ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિયુક્ત કરાયા
Next articleમુંબઈમાં ૨૦ વર્ષીય મૉડલ માનસી દીક્ષિતની મુસ્લિમ મિત્રએ જ હત્યા કરી