બરવાળા ખાતે તા.૦૯/૧૧/ર૦૧૭ ના રોજ બપોરના ૧રઃ૦૦ કલાકે કાનુની સેવા સતામંડળ ધ્વારા કાનુની સેવા અંગેની બાઈક રેલી યોજવામાં આવી હતી જેમાં એમ.એસ.બારૈયા (સેકે્રટરી કાનુની સેવા સતા મંડળ), પ્રતાપભાઈ રાઠોડ,અશોકભાઈ રાઠોડ(વકીલ) તેમજ બાર એશોસીએશન સભ્યો તેમજ બરવાળા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
બરવાળા તાલુકા કાનુની સેવા સતામંડળ ધ્વારા કનેકટીંગ ટુ સર્વર કાર્યક્રમ અંતર્ગત કાનુની જાગૃતી બાઈક રેલી યોજવામાં આવી હતી આ રેલી બરવાળા કોર્ટ કમ્પાઉન્ડમાંથી પ્રારંભ કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર પસાર થયેલ હતી.આ બાઈક રેલીમાં યુવાનો,કાયદા સાથે જોડાયેલા લોકો,બાર એશોસીએશનના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.બરવાળા તાલુકા કાનુની સેવા સતા મંડળ ધ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમ અન્વયે શહેરીજનોએ કાનુની જાગૃતી અંગેનું માર્ગદર્શન મેળવ્યુ હતું.