દામનગર પોસ્ટર વોરથી તંત્રની આ દોડધામ માજી ધારા સભ્ય હનુભાઈ ધોરાજીયા વિરુદ્ધ ચારિત્ર્ય ભ્રષ્ટ દારૂ સહિતની ટેવ ધરાવતા હોય તેવી વિગતો સહિત એક સ્ત્રીનો ધર સંસાર સમાપ્ત કરનાર હનુભાઈ ધોરાજીયાને કારણભૂત દર્શાવતા પોસ્ટરોથી જિલ્લા કોંગ્રેસના પંકજભાઈ કાનાબાર માજી ધારા સભ્ય હનુભાઈ સહિત કાંગ્રેસના રફીકભાઇ હુનાણી રામજીભાઈ ઈસામલિયા સહિત અનેકો કાર્યકરોનો આક્રમક મિજાજ ચૂંટણીની આદર્શ આચાર સહિતાનો ભંગ થયા અંગે પોલીસ ફરિયાદ પંચ રોજકામ કરી તંત્ર ને ઉધડા લેતા કોંગ્રેસ અગ્રણીઓ દામનગરના સરદાર ચોકમાં કોણે ક્યારે બોર્ડ લગાડ્યું ? તંત્રએ કેમ તપાસ ન કરી અન્ય રાજકીય પક્ષોના બોર્ડ કેમ રહેવા દીધા સહિતના મુદ્દે જિલ્લા કોંગ્રેસનો આકરો મિજાજ પારખી તંત્ર ધધે લાગ્યું ટોક ઓફ ધી ટાઉન બનેલ પોસ્ટરો ક્યારે કોણ લગાડી ગયું અતિ ગંભીર પ્રકારના આક્ષેપ કરતા પોસ્ટરોમાં માજી ધારા સભ્યની બદનક્ષી કરતું લખાણ અમરેલીથી પ્રસિધ્ધ એક સાપ્તાહિકના કટીંગમાંથી બેનરો બનાવી લગાડેલ હોય તેમાં માજી ધારા સભ્ય હનુભાઈ ધોરજીયાને ઉતારી પાડતા પોસ્ટરોથી કોંગ્રેસ પ્રમુખ સહિત સ્થાનિક અગ્રણીઓનો ભારે રોષ પોલીસે તાકીદે કાર્યવાહી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો.