માણેકપુરની જૂની માંડવીએ ગરબાની પરંપરા યથાવત

1183

માણેકપુરમાં ૧૧૦ વર્ષ કરતાં જૂની માંડવીએ આજે પણ ગરબાની પરંપરા યથાવત છે. પહેલાના સયમ ગામમાં નાયકો રામલીલા ભજવવા આવતા અને બેથી ત્રણ મહિના ગામમાં જ રહેતા.

જેમાં રામલીલા ગાયન કટ કરાવવા માટે ગામના લોકોને ખર્ચો થતો. ત્યારે ઠાકોર સાહેબ પ્રવિણસિંહજી લક્ષ્મણસિંહજીને ૧૯૦૫-૦૬ની સાલમા સમગ્ર ગામનું હિત કરવા હેતુથી વિચાર આવ્યો અને તેમને સમસ્ત ગામના અગ્રણી નાગરીકોને ભેગા કરી આ માંડવીની સ્થાપના કરી. ગામનાં પૈસા બચાવવા માટે આ મંડળનુ આયોજન કરવામાં આવ્યું. આજે આ મંડળને ૧૧૦ કરતા પણ વધારે વર્ષ થઈ ચૂક્યા છે. આ મંડળમાં કોઈપણ પ્રકારનો નાત-જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી.

Previous articleકલ્ચરલ ફોરમમાં નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી માતાજીની આરતી ઉતારી
Next articleરાજભવન વસાહત યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજયપાલ ઉપસ્થિત રહ્યા