ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં છઠ્ઠા નોરતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ મા આદ્યશક્તિની આરતી ઉતારી હતી.
ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ અને પુનમભાઈ મકવાણા, ગાંધીનગરના પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે પણ આરતી ઉતારી હતી. નવરાત્રી હવે ઉત્તરાર્ધ પ્રતિ છે ત્યારે ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગ માં ભરતી આવી છે.