તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાષ્ટ્રીય એકતા અને સામુદાયીક સંવાદિતતા વિષયની શહેરકક્ષાની નિબંધ સ્પર્ધામાં આરાધ્યા વિદ્યાસંકુલ-તળાજાની વિદ્યાર્થીનીઓમાં પ્રથમ નંબરે પરમાર દ્રષ્ટી કલ્પેશભાઈ (ધોરણ-૧૦), દ્વિતિય નંબરે પરમાર અંજલી પિયુષભાઈ (ધોરણ-૧૧ કોમર્સ) તથા તૃતિય નંબર પર મારૂ સિમરન ઘનશ્યામભાઈ (ધોરણ ૧૧ કોમર્સ)એ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. તેઓ આગામી તા.૧૯-૧૦-૧૮ શુક્રવારના રોજ બપોરના ૧ર કલાકે ભાવનગરની બી.એમ. કોમર્સ હાઈસ્કુલ ખાતે યોજાનાર જિલ્લાકક્ષાની નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા જશે.