જાફરાબાદ તાલુકાના લોઠપુરથી જાફરાબાદથી વઢેરા, રોહીસા, ભાડા રોડમાં પડી ગયેલ ર ર ફુટના ખાડા અનેકવાર રજુઆતો છતા તંત્રના આંખ આડા કા / ભાજપ પક્ષે બઠેલા તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી.
જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ પદે ભાજપના કરણભાઈ બારૈયા બેઠેલ હોય અને ભાજપની જ રાજયથી કેન્દ્ર સરકાર હોય અને જાફરાબાદના લોઠપુર ચારનાળાથી જાફરાબાદથી વઢેરા, બાલાણા, રોહીસા, ચીત્રાસર ભાડા ટીંબી રોડની હાલત ગાડા માર્ગ કરતા બહેતર થઈ જવા પામી હોય આ બાબતે વારંવાર રજુઆતોને તંત્ર આડા કાન કરતું હોય તંત્રના અધિકારીઓ આજ રોડ પરથી દરરોજ પસાર થતા હોય તેમજ આ રોડ ભાવનગર સોમનાથ દ્વારીકા જવાનો રાત દિવસ ધમધમતો રોડ હોય આ રોડ પર મહાકાય ૪ થી પાંચ કંપનીઓ આવેલી હોય તેના પેસેન્જરો ખુબ જ હાલાકીનો સામનો કરી રહ્યા હોય ત્યારે જનતાને ઉલ્લુ બનાવવા એક વખત જયાં ત્યાં ડામર નાખી પીંગડા બુરી ચાલતી પકડી હોય ત્યારે હવે જનતા ત્રાહીમામ થઈ ગયેલથી હવે ર૦ ગામના લોકો જયારે હુ ભાજપ પક્ષે તાલુકા પ્રમુખ પદ પર જનાએજ બેસાડયો હોય અને સરકાર ખુદ ભાજપની હોય અને અતિશય ગંભીર રોડનો પ્રશ્ન હોય તો કેમ ન બને તેમ જનતા રપ ગામના લોકો તાલુકા પંચાયત કચેરીએ દેકારો મચાવે છે ત્યારે ન છુટકે જનતાના રોષનો ભોગ આગામી ચૂંટણીમાં ન બને તે માટે તાત્કાલિક ચારનાળાથી જાફરાબાદ અને જાફરાબાદથી વઢેરા રોહીસા ભાડા ટીંબી રોડ તાત્કાલિક બનાવવા કાર્યવાહી શરૂ કરો નહીંતર હવેર પ ગામની જનતા રોડ ચક્કાજામ કરવા ચક્રોગતિમાન કર્યા છે.