જાફરાબાદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કિસાન સંઘે આવેદનપત્ર આપ્યું

784

જાફરાબાદ તાલુકા કિસાન સંઘ દ્વારા ર૦૦ ખેડુતો સાથે રહી મામલતદાર ચોહાણને અપાયું આવેદનપત્ર જેમાં ખેડુતોને ૧૦૦ટકા પાક વિમો, ખેડુતો પરથી જીએસટી નાબુદ કરો, જાફરાબાદ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મનરેંગા યોજના તાત્કાલિક શરૂ કરો જેવા ખેડુત, મજુર લક્ષી મુદ્દાઓ સામેલ કરાયાં.  જાફરાબાદ તાલુકા કિસાન સંઘ દ્વારા ર૦૦ ખેડુતો તાલુકા કિસાનસંઘ પ્રમુખ ભગવાનભાઈ, ઉપપ્રમુખ સુરેશભાઈ વરૂ, મહામંત્રી પ્રતાપભાઈ વરૂ, વિજાણંદભાઈ વાઘેલા (રોહીસા) ભુપતભાઈ વાઘેલા, અમકુભાઈ વરૂ, ભરતભાઈ ગોદાણી, બાબભાઈ રામાણી, વીકમભાઈ, રામકુભાઈ, રવિરાજભાઈ મહેન્દ્રસિંહ વાળા સહિત આગેવાનો સાથે જાફરાબાદ તાલુકાના ર૦૦ જેટલા ખેડુતોની હાજરીમાં મામલતદાર ચૌહાણને અપાયું આવેદનપત્ર જેમા ખેડુત લક્ષી ર૦ મુદ્દાઓ સામેલ જેમાં મુખ્ય પાંચ મુદ્દાઓ અતિ ગંભીર જેમાં ખેડુતોને ૧૦૦ ટકા પાક વિમો, ખેડુતો જગતનો તાત ગણો છો તો જીએસટી શાની તેને જડમુળમાંથી ખેડુતો માટે હટાવો, ઓણસાલ દુષ્કાળ વરસાદ વગરનો પડ્યો હોત તો ખેડુતોએ ર ર ત્રણ વખત વાવેલ વાવણીમાં મોંઘાભાવના ખાતર બિયારણ પૈસાનો હોય તો ઉછી  ઉધારા કરી જમીનમાં નાખેલ તે સંપુર્ણ પણ નાશ થઈ ગયેલ હોય તો જાફરાબાદ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો તેમજ મનરેગા યોજના તાત્કાલિક શરૂ કરી મજુરો મુજરી નહીં મળવાથી હમણા જ બારપટોળીના બે યુવાનો ખેડૂતો હોવા છતા મોતને વહાલુ કરેલ તેવા ર૦ પ્રકારના ખેડુતલક્ષી મુદ્દાઓ સહિત આવેદનપત્રમાં શામેલ હોય અને તે ર૦ મુદ્દાનો તાત્કાલિક અમલ કરવા ગંભીરતાપુર્વક મુદ્દાઓનો અમલ કરો નહીંતર રોજ એક ખેડુત આપઘાત કરશે તેમ મહામંત્રી કિસાન સંઘ પ્રતાપભાઈ વરૂ તેમજ વિજાણંદભાઈ વાઘેલાએ જણાવાયું છે.

Previous articleજાફરાબાદના લોઠપુર,વઢેરા, રોહિસાના રોડની બદતર હાલત : મુખ્યમંત્રીને રાવ
Next articleગ્રીનસીટી શહેર ઉપરાંત ભાવેણાના દરિયાકાંઠાને પણ હરિયાળો બનાવશે