આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં મહુવા,વાસીતળાવ ચોકમાં આવતાં પો.હેડ કોન્સ. દિલુભાઇ આહિર તથા તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,મહુવા,ગાધકડા બજાર, મધુરમ પાન પાસે શંકાસ્પદ ત્રણ ઇસમ ઉભા છે.તેઓ જુદાં-જુદાં વિસ્તારમાં ફરી લોકોને તેઓ પાસે રહેલ ગોલ્ડન કલરની ખોટી મગમાળા સાચી હોવાનું કહી વેચવાનું કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં (૧) ત્રિકમભાઇ ધુડાભાઇ સલાટ ઉ.વ.૨૭ સલાટવાસ,મોતીપુરા,હિંમતનગર જી.સાબરકાંઠા (૨) વિજય ઉર્ફે એમલો રતીલાલ બાવરી ઉ.વ.૧૯ રહે.મફતનગર-૨, ચોટીલા જી.સુરેન્દ્દનગર તથા ત્રીજો સગીર બાળક મળી આવેલ.જે પૈકી વિજય ઉર્ફે એમલો પાસેની થેલીમાંથી ગોલ્ડન કલરની સરવાળી ૮૦૦ થી ૯૦૦ ગ્રામ વજનની મગમાળા તથા ત્રિકમભાઇ ધુડાભાઇ પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ તથા રોકડા રૂ.૪૦,૦૦૦/- મળી આવેલ.તેઓ ત્રણેય ઉપરોકત મગમાળા, મોબાઇલ તથા રોકડ રકમ અંગે કોઇ સંતોષકારક જવાબ જણાવતાં ન હોય.તેઓએ ઉપરોકત તમામ વસ્તુઓ રૂપિયા ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શકપડતી મિલ્કત ગણી મગમાળા કિ.રૂ.૮૦૦/-, મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૧,૩૦૦/નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. તેઓ તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.મજકુર ત્રણેય ઇસમની ઉપરોકત બાબતે પુછપરછ કરતાં તેઓ ત્રણેય જણાંએ મળી ચાર સાડા ચાર માસ પહેલાં મહુવા,જનતા પ્લોટ વિસ્તારમાંથી એક મોટી ઉંમરનાં દાદાનાં ઘરે જઇ નશીલા પદાર્થવાળો રૂમાલ સુંઘાડી બેભાન કરી થેલીમાં રાખેલ રોકડ રૂ.૪૦,૦૦૦/- લઇ લીધેલ હોવાનું જણાવેલ.તેમજ તેઓએ આ પ્રકારે જામનગર, લીંબડી, મધ્યપ્રદેશનાં નાગદા તથા રતલામ ખાતે પણ ગુન્હાઓ કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી આગળની વધુ કાર્યવાહી થવા સારુ તેઓને મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.