વલભીપુર સ્થિત ત્રવાડી બધેકા પાર્ટી ટ્રસ્ટ સંચાલિત ઐતિહાસિક બહુચરાજી માતાજી તથા રાંદલમાતાજીના મંદિરે પરંપરાગત નવચંડી હવનનું આયોજન કરવામાં આવેલ છે. બહુચરાજી માતાજીના મંદિરે બુધવાર તા. ૧૭-૧૦-ર૦૧૮ના રોજ આઠમનો હવન તથા રાંદલ માતાજીના મંદિરે ગુરૂવારે તા. ૧૮-૧૦-ર૦૧૮ન્ના રોજ નોમ ન હવનનું આયોજન કરાયેલ છે. બન્ને દિવસે શ્રફળ હોમ (પુર્ણાહુતી) વીધી સાંજના ૪-૩૦ કલાકે રાખેલ છે. તો દરેક ભકત પરિવારોને લાભ લેવા ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરાયો છે.