વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, નગરસેવક કાંતિભાઈ ગોહિલ, કૈલાસબન મોરડિયા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, તેમજ નારી ગામના આગેવાનોએ તા. રર-૭-ર૦૧૮ને રવિવારના રોજ નારી ગામ ગ્રામજનોના પ્રાણ પ્રશ્ન માટે ઘરણા કરીને મહાપાલિકાના શાસકોને રજુઆત કરેલ હતી. જેમાં કોંગ્રેસને સફળતા મળી અને તા. ૧૭-૧૦-૧૮ના રોજ મહાપાલિકા દ્વારા નારી ગામમાં અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુર્હુત થશે.