પાલિતાણા શહેરના ગારિયાધાર રોડ પર આવેલ શેત્રુંજય ખારો નદીમાં અડ્ડો જમાવી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું હતું. તેની જાણ ગાંધીનગર વિજીલન્સને જાણ થતા ગત સાંજે વિજીલન્સ દ્વારા રેડ કરતા અલગ-અલગ બ્રાન્ડની કુલ ૩૮૬ બોટલ જેની કિંમત રૂા. ૧૮૭૦૦૦ તેમજ રોકડ રૂા. ૩ર,૮૦૦ મોબાઈલ ફોન નંગ પ કિંમત ૭૦૦૦ હોન્ડા એકિટવા ગાડી ૧ કિ.રૂા. ૧પ૦૦૦ કુલ કિ.રૂા. ર૪૧૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી કરી જેમાં કુલ ત્રણ મહેબુબભાઈ હુસૈનભાઈ સોલંકી, અમિતભાઈ રાણાભાઈ સાટીયા, મીનાજભાઈ ઈસુફભાઈ મહેતરને ઝડપી પાડ્યા હતાં. જયારે અન્ય બે શખ્સ રાણાભાઈ પોલાભાઈ સાટીયા, મુન્નાભાઈ કોળી (રે. સિહોર) નાસી છુટયા હતાં. ફરિયાદી મદારસિંહ ભાવુભા મોરી પો.હે. કોન્સ્ટેબલ વિજીલન્સ ગાંધીનગરએ આ પાંચ શખ્સો વિરૂધ્ધ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.