ભાવનગર જિલ્લાના પાળીયાદ ગામે માસુમ દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ થયેલ જે અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયા બાદ આરોપી પોલીસ પકડની બહાર હોય દિકરીના પિતા સહિત ગ્રામજનો દ્વારા એસ.પી.ની લેખીતમાં રજુઆત કરી તુરંત ઝડપી લેવા માંગ કરી છે.
પાળીયાદ ગામે ગત તા. ૧૩-૧૦ના રોજ દિલીપ ઉર્ફે કાળુ દામજીભાઈ ડાભી નામના શખ્સે માસુમ દીકરીને અવાવરૂ મકાનમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. દિકરીએ બુમાબુમ કરતાં અન્ય વ્યકિત આવી જતાં શખ્સ નાસી છુટયો હતો. જે બનાવ સંદર્ભે દિકરીના પિતા સહિત ગ્રામજનોએ આરોપી દિલીપ ઉર્ફે કાળુને ઝડપી લઈ કકડક કાર્યવાહી કરવા લેખીતમાં રજુઆત કરી હતી.