પાલિતાણાના રંગપરા ગામ આવેલ વાડીના મકાનમાં ગત મોડીરાત્રે સુતેલા વૃધ્ધ દંપતીને કોઈ અજાણ્યા ઈસમો લૂંટના ઈરાદે ઘરમાં ધૂસી દંપતી પર હુમલો કરી હત્યા કરી નાસી છુટયાની પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ પાલિતાણાના રંગપરા ગામે વાડી વિસ્તારમાં રહેતા કરશનભાઈ રાઘવભાઈ મકવાણા (ઉ.વ.૭પ) અને વજુબેન કરશનભાઈ મકવાણા (ઉ.વ.૭૦) મકાનમાં ખાટલા પર સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો થાંભલાથી દિવાલ વાટે ઉપર ચડી ઘરમાં ધુસી લૂંટ કે ચોરી કરવાના ઈરાદે સુતેલા વૃધ્ધ દંપતીને મોઢા પર રૂમાલ બાંધી હાથ-પંગ બાંધી દઈ બોથડ અને તીષ્ણ હથિયારો વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી હત્યા નિપજાવી ઘરમાંથી ચીજવસ્તુની લૂંટ ચલાવી નાસી છુટયા રૂરલ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જાડેજાએ હાથ ધરી છે.