ભાવનગર સુરક્ષા સેતુ અને પોલીસ પરિવાર દ્વારા નવાપરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ રંગતાળી મહોત્સવ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત રાત્રિના જાણીતા કલાકાર જીગલી-ખજુરે હાજરી આપીને જમાવટ કરી હતી તેને નિહાળવા તથા સાંભળવા હજારો લોકો ઉમટી પડ્યા હતા અને મેદાન માનવ મેદનીથી છલકાઈ જવા પામ્યું હતું. આ પ્રસંગે વિવિધ રાજકિય, સામાજીક આગેવાનો તથા આમંત્રિતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે વિવિધ સમાજ દ્વારા ભાવનગરમાં નવરાત્રિના સુંદર આયોજન બદલ એસ.પી. પ્રવિણસિંહ માલનું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયા ભાઈઓ-બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.