વિવેકાનંદજીએ બહુ સારુ કહ્યું છે કે બધા વૃદ્ધો પાનખરનાં દિવસોમાં વસંતઋતુની જેવા દિવસો પસાર થાય તેમ ઈચ્છે છે. ઉપરાંત તેઓ કહે છે કે આ મુશ્કેલ કામ છે. કારણ કે સૌવ વડીલો હુકમ કરવા માંગે છે પરંતુ હુકમ ઉઠાવવા કોઈ તૈયાર નથી. માટે પ્રથમ આજ્ઞા પાલન શીખો પછી આજ્ઞા આપવાનો અધિકાર આપોઆપ મળી જશે. આપણું કર્તવ્ય એ છે કે આદેશનું પાલન કરતાં કરતાં મૃત્યુને ભેટવું, નહીં કે કર્તવ્ય વિષે પ્રશ્નો ઉઠાવ્યા કરવા. હિંમત રાખીને એવી ભાવના કેળવો કે કુદરતે આપણને મહાન કર્યો માટે પસંદ કર્યો છે અને આપણે તે અવશ્ય કરીશું. આ માટે અનુભવી ચિંતકો, તબીબો તથા સમાજશાસ્ત્રીઓના નીચેનાં યાદ રાખવા જેવાં સોનેરી સુત્રો અત્રે પ્રસ્તુત છે.
(૧) સિનીયર સિટીઝન તરીકેનું જીવન કેમ જીવવું તેનું આગોતરૂં આયોજન બરાબર કરવું. (ર) નિવૃત્તિમાં પણ થોડી થોડી મનગમતી પ્રવૃત્તિઓ કરતાં રહેવું. જેમ કે લખવાનું, વાંચવાનું, રોજ રોજ ચાલવાનું, બાગ-બગીચાની સંભાળ, ઘરની સાફ-સફાઈ બાળકો સાથે ગમ્મત (બાળકો જેવા થઈ જવું.), યુવાનો સાથે તેને ગમે તેવી વાતો કરી દિલને યુવાન બનાવવું, તમારી ઉંમરનાં વડીલો સાથે દીલ ખોલીને અનુભવોનો ભાથાની આપ-લે કરી, શક્ય હોય તો દુઃખની રજુઆત કરી મન અને દિલ હળવું કરવું.(રોદણા રોયા વિના). સુખમાં પણ બધાને સહભાગી બનાવી આનંદ મેળવવા પ્રયત્ન કરવો. (૩) બુઢાપાની શરૂઆત કોઈ જીંદગીનો અંત નથી, માટે જીવનનું મૂલ્ય બરાબર સમજો. હકિકતમાં તમે છો, તમારી આવડત કેટલી છે અને કરી તમે શું કરી શકો છો એ ધ્યાનમાં રાખીને એ પ્રમાણે વિચારીને કંઈક બનવાનો પ્રયત્ન કરો તો સફળતા મળવાની શક્યતા છે જ. (૪) ઓછામાં ઓછી સાત કલાક ગાઢ નિદ્રા લેવી. (પ) ર૪ કલાકમાં ઋતું પ્રમાણે એની રૂચી પ્રમાણે આઠથી દસ ગ્લાસ પ્રવાહી, ચા, કોફી, દુધ, ફ્રુટ જ્યું વગેરે પીવા. (૬) જો જાતીયા સુખમાં તકલીફ હોય નિષ્ણાંતની સલાહ લો. વૃદ્ધાવસ્થામાં સેક્સને તદન વિદાય આપવાની વાતને આજનાં નિષ્ણાતો ચોખ્ખી ના પાડે છે. અલબત્ત, તેનું પ્રમાણ, તાસીર તથા તબિયત પ્રમાણે ઘટાડવું જોઈએ. (૭) બધા વ્યસનોથી દૂર રહેવું (જરુરી છે મારે રીપીટ કર્યું છે.) (૮) આરોગ્ય માટે જમો સ્વાદ માટે નહિ. (૯) સંપતીનું યોગ્ય આયોજન કરો અને ‘વિલ’ (વસિયત) ચોક્કસ બનાવો. (૧૦) દર છ મહિને હેલ્થ ચેકપ કરાવો. (૧૧) મનગમતો કોઈ નિર્દોષ શોખ કેળવો. (૧ર) નિરાશા કે હતાશાને તમારા પર કબજો જમાવવા ન દેતાં. તે માટે સત્સંગ ખૂબ જ ઉપયોગી થશે. જરૂર પડે તો ગુરૂ કે કોઈ અનુભવી તબીબી કે મનોચિકિત્સાની સલાહ લેવી.(૧૩) હંમેશા મનમોહક પોતાને અને અન્યને ગમે તેવું વ્યક્તિત્વ રાખો. ખુલતા, સુંદર, સુઘડ સાદા છતાં સાંફ કપડા, શક્ય હોય તો ઈસ્ત્રી કરીને પહેરવાં, માફક આવે તે પ્રમાણે ચપ્પલ કે બુટ સારા અને આકર્ષક પહેરવાં. સારી રીતે વાળ ઓળવા. હસમુખ ચહેરો રાખવો. આમ કરવાથી આપના દિલની બુઢાપાની છાપ ઘણે અંશે ઘટશે. શરીર ભલે વૃદ્ધ થયું હોય પરંતુ દિલ અને મન જવાન હોય તેવી રીતે વર્તુણ કરો (મયાર્દામાં રહીને) (૧૪) થોડું જોખમ ઉઠાવવાની તૈયારી રાખો. ડરી ડરીને જીવવાનું છોડવું. જો કે ગજા બાહરનું સાહસ ન કરવું. (૧પ) હાલ તમારી ઉંમર ગમે તે હોય પરંતુ તમો પુરા ૧૦૦ વર્ષ નીરોગી જીવન જીવશો જ તેવું હકારાત્મક વલણો રાખો (પોઝીટીવ એટીટ્યુટ). ગાંધીજી ઘણીવાર કહેતા કે હું આરોગ્યનાં અને કુદરતનાં સાનિધ્યમાં રહી, કુદરતનાં બધા નિયમો બરાબર પાછું છું તેથી હું ચોક્કસ ૧રપ વર્ષ જીવીશ, જો મારૂ મૃત્યુ અકસ્માતમાં ન થાય કે મારૂ ખૂન ન થાય તો !! (૧૬) મગજ કસાય તેવી ચર્ચા, ચર્ચા ન્યુઝ પેપર રીડીંગ, રસ પડે તેવા મેગઝીન વાંચન વગેરેથી મગજ તથા મનને કસરત મળે છે. (૧૭) આંખ તથા કાન તથા અન્ય અવયવોની યાગ્ય સંભાળ લો. જરૂર પડે તો નિષ્ણાંતની સલાહ લો. (૧૮) ઘરમાં ‘‘હું મોટો છું, હું વડીલ છું વગેરે’’ વિચારો તથા તે પ્રમાણેનો રોફ મનમાંથી કાઢીને દૂર ફેકી દેવો. (૧૯) ગમા અને અણગમાને બને ત્યાં સુધી ટાળવા પ્રયત્ન કરવો. (ર૦) પોતાનાથી થઈ શકે એવા કામો જાતે કરવા. (ર૧) કુટુંબંના સૌ નાના-મોટા પ્રત્યે સમાન અને પ્રેમભરી દ્રષ્ટિ કરવાં. (રર) કોઈને પણ, ઘરના સગાવાહલા, સંબંધી, સ્નેહીઓ વગેરેને વણમાંગી સલાહ આપવાનું તદન બંધ કરવું. (ર૩) મનગમતા અને આપણી સાથે સેટ થાય તેવા મિત્રો કરવા. ભલે પછી ઉંમરમાં તફાવત હોય. મિત્ર હાજર ન હોય તો પુસ્તક સો મૈત્રી કરવી. (ર૪) કુદરત સાથે વધુમાં વધું રહેવાનો પ્રયત્ન કરવાનો. (રપ) ઘરમાં તથા અડોશ-પડોશમાં નાના બાળકો સાથે નિર્દોષ આનંદ માણો (ખૂબ જ અગત્યનું હોવાથી રીપીટ કર્યું છે.) (ર૬) રોજ નિયમિત પ્રાર્થના કે ઈબાદત કરવી. જો ફાવે તો હળવા આસનો, ધ્યાન (મેડીટેશન), પ્રાણાયમ વગેરે કરવાં. (ર૭) ‘‘અમારા જમાનામાં તો બહું સારું હતું. આજે જમાનો ખરાબ છે. યુવાનો જેમ ફાવે તેમ વર્તે છે, વડીલોને વડીલોને અમાન્ય રાખતા નથી વગેરે’’ વાક્યોની કેસેટ વારંવાર વગાડવાની તમે કુટુંબમાં તથા સમાજમા બધા માટે અઠગમતા વડીલ (નકામ) બની જશે. આવું કહેવાને બદલે જમાનાને તથા સંજોગો પ્રમાણે પોતાની જાતમાં ફેરફાર કરી બધાને અનુકુળ બનવું. ટુંકમાં જગતને સુધારવાને બદલે જાતને સુધારવી. (ર૮) પારકી પંચાયત, નિંદા, ઈર્ષા વગેરેથી દૂર રહેવું. (ર૯) તમ અને મન જો સાથ આપે તો મન પંસદ સેવાનું કામ રોજ બે ચાર કલાક કરવું. (૩૦) બીજાના સુખની ઈર્ષા કરવાને બદલે, બીજાનું સુખ જોઈને રાજી થવું. આપણાથી વધુ બુદ્ધિશાળી કે અનુભવી અથવા આપણાી સમાન બુદ્ધિ તથા વિચાર ધરાવનાર મિત્રોને સંગ કરવો. (૩૧) બીજાને પુછી પુછીને ઓશીયાળું (ડીપેન્ડ) જીવન જીવવા કરતાં પોતાના વિચારો પ્રમાણે જીવીને સૌ પૂછવા આવે તેવું જવલંત જીવન જીવવું (૩ર)માંગ માંગ કરવાની ટેવ છોડી લાકય બનવાનો પ્રયત્ન કરવો. તો લોકો સામેથી આવશે અને ગરમાગરમ રસોઈ જમવી હોઈ તો તેની અનુકુળતા પણ ધ્યાન રાખવું જોઈએ. પુત્રવધુનાં માતા-પિતાનાં તેની હાજરીમાં જ હૃદૃય પૂર્વક વખાણ કરવાં. (તેઓમાં પણ કોઈ સારા ગુણ હશે ને ?) (૩૪) ગામતી પ્રવૃતિ કરતાં કરતાં કંટાળો ત્યારે ઈષ્ટદેવને યાદ કરો. માળા કે તસ્બીહ ફેરવો અને કુંટુંબીજનોને જરાપણ અડચણ થાય તેવું કાર્ય ન કરવું. (૩પ) કુંટુંબીજનો જો કઈપણ થોડું સારું કામ કરે તો તેનો બીરદાવામાં આને વખાણ કરવામાં કંજુસાઈ ન રાખવી. (૩૬) પુત્રોના વ્યવસાયમાં દખલ ન કરવી. જો સલાહ સામેથી માંગે તો જરૂર આપવી. (૩૭) જમવામાં જે પીરસાય તેને પાલનહારની પ્રસાદી માની જમી લેવું. (૩૮) બાળકો (પૌત્ર-પૌત્રીઓ) ને સારી સારી પ્રેરણાદાય સરળ તથા કાલીકાલી ભાષામાં તેઓમાં સંસ્કારનું સિંચન થાય તેવી વાતો કરવી અને તે માટે હઠાગ્રહણ તો રાખવો જ નહીં. (૩૯) પોતાના વિચારો બીજા પર લાદવાની કોશીશ ન કરવી અને તે માટે હઠાગ્રહણ તો રાખવો જ નહીં. (૪૦) ઓટી ડંફાસો કે બડાસો મારવાને બદલે સામેની વ્યક્તિને માન આપવું અને તેના ગુણોને બીરદાવવાં (૪૧) કોઈ પોતાના દુઃખની વાત કહે કે પોતાનું દિલ ખોલે તો તમે કરવાં દેવું અને શાંતિથી સાભંળવું. શક્ય હોય તો આશ્વાસન આપવું. બે મીઠી તથા હુંફાળી વાતો તેના દુઃખને હળવું બનાવશે. (૪ર) શક્ય તેટલા ઓછા સંબંધો રાખવા. (૪૩) દર સપ્તાહે અથવા દર મહીને થોડા કલાકો એકાંતમાં રહેવાની ટેવ પાડવી. (૪૪) દર સપ્તાહે અથવા દર મહીને થોડા કલાકો શક્ય હોય તેવા ૧ર કે ર૪ કલાક માટે મૌન પાળવું. (૪પ) કોઈના ન્યાય તોળવાની કોશીશ ન કરવી. (૪૬) વાણી મીઠી મધુર રાખવી. સાચી વાત હોય તો પણ મધુર ભાષામાં સારી રીતે કહેવી. જેથી સામેવાળાનું દિલ ન દુભાય. (૪૭) દિકરા સાથે મિત્રની જેમ તથા પુત્રવધુની સાથે દીકરી જેવો વ્યવહાર કરવો. (૪૮) ઘરમાં સ્વચ્છતાં જાવવા પૂરો પ્રયત્ન કરવો. ગમે ત્યાં ન થુકવું. (૪૯) તબીબીની સલાહ સિવાય જાતે કોઈ દવા ન લેવી. દવાનો સમય, ડોઝ તથા અન્ય નિયમોનું ચુસ્ત પાલન કરવું. વૃદ્ધાવસ્થામાં વિલાયતી દવા ન જ લેવાય તેવું માનવાને કોઈ કારણ નથી. જો આવી દવા ન ફાવે તો હોમીયોપેથીકે આયુર્વેદીક દવા લેવી. (પ૦) ખૂબ જ અનીવાર્ય સંજોગો સિવાય વાહન ચલાવવાનું કે ટું વ્હીલર્સ પર પાછળ બેસવાનું ટાળવું. (પ૧) અંગત બચતમાંથી બાળકોને અવારનવાર નાનકડી ભેટ આપવી. (પર) શક્ય હોય તો થોડીક આર્થિક પ્રવૃત્તિ દ્વારા સેવા કરવી (નિઃસ્વાર્થ ભાવે). શક્ય તેટલું વર્તમાનમાં જીવવું. ભૂતકાળને બહું વાગળવો નહીં કે ભવિષ્યની વધારે પડતી કલ્પનામાં રાચવું નહીં.
Home Vanchan Vishesh વુધ્ધાવસ્થામાં તન-મન તથા આત્માની દુરસ્તી માટે મગજમાં મઢી રાખવા જેવા (પ૩) સુત્રો