ભારતીય નેવીના કાફલામાં હાલમાં જ સામેલ થયેલી ડીએસઆરવીના પહેલા સફળ પરીક્ષણની સાથે જ સેનાની બચાવ ક્ષમતામાં એક નવો અધ્યાય જોડાઈ ગયો છે. ડીએસઆરવી ઊંડા પાણીમાં બચાવ કાર્ય કરવામાં અત્યંત સક્ષમ વાહન છે. હવે ભારતીય નેવી ઊંડા પાણીમાં ઉતરીને પણ બચાવ કાર્ય કરવામનાં પહેલા કરતા વધુ સક્ષમ બની છે. નેવી તરફથી મંગળવારે મોડી રાતે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જે મુજબ પશ્ચિમી નેવી કમને અહીં ડીએસઆરવીનું પરીક્ષણ કર્યું. તેનાથી ભારતીય સમુદ્રી સરહદમાં ’સૌથી ઊંડા પાણીમાં ઉતરનારા માનવયુક્ત વાહનનો રેકોર્ડ’ બનાવ્યો. નિવેદનમાં કહેવાયું કે ચાલક દળના ૩ સભ્યો સાથે કામ કકરનારી ડીએસઆરવી કોઈ સબમરીનમાંથી એક જ વખતમાં ૧૪ લોકોને બચાવી શકે છે.
નેવીના નિવેદન મુજબ ૧૫ ઓક્ટોબરના રોજ ડીએસઆરવીએ ૩૦૦ ફૂટથી વધુ ઊંડા પાણીમાં એક સબમરીન સાથે સંપર્ક બનાવ્યો અને તેના કર્મીઓને બચાવ વાહનમાં સ્થળાંતરિત કર્યાં. તેમનું કહેવું છે કે આ પરીક્ષણ સમુદ્રની અંદર સંકટમાં ફસાયેલી સબમરીનના લોકોને બચાવવાની ડીએસઆરવીની ક્ષમતાને સાબિત કરે છે અને તેનાથી ભારતીય નેવીને એક મહત્વપૂર્ણ સામર્થ્ય હાંસલ થયું છે. નેવીના નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે પરીક્ષણો દરમિયાન ડીએસઆરવીએ ૬૬૬ મીટરની ઊંડાઈ સુધી સફળતાપૂર્વક ડૂબકી લગાવી. જે ભારતીય સમુદ્રી સરહદમાં માનવ સંચાલિત વાહન દ્વારા સૌથી વધુ ઊંડાઈમાં ડૂબકી લગાવવાનો રેકોર્ડ છે. ડીએસઆરવીએ ૭૫૦ મીટરથી પણ વધુ ઊંડાઈમાં રિમોટ સંચાલિત વાહનને પણ ઓપરેટ કર્યું અને ૬૫૦ મીટરથી વધુની ઊંડાઈમાં સોનારનો પ્રયોગ કર્યો.