પોતાનાં બિનધાસ્ત નિવેદનો માટે જાણીતા રાજ્યસભાના સભ્ય અમરસિંહે પોતાના જૂના વિરોધી આઝમખાન પર નિશાન તાક્યું છે. અમરસિંહે જણાવ્યું છે કે જો જયાપ્રદા પણ ઈંસ્ીર્ર્ કહેશે તો આઝમખાન સાહેબને પણ જેલમાં જવું પડશે.
અમરસિંહે જણાવ્યું હતું કે મોદી અને યોગી હિંદુઓ માટે જરૂરી છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ ખાતે હિંદુ યુવા વાહિની ભારતના કાર્યક્રમમાં અમરસિંહે જણાવ્યું હતું કે ઈંસ્ીર્ર્ અભિયાન ચાલી રહ્યું છે.
જો જયા પ્રદા પોલીસ સ્ટેશન જશે તો આઝમખાન પોતાના જેલરોડ સ્થિત આવાસથી સીધા જેલ જશે. હિંદુ વાહિનીના રાષ્ટ્રીય સંરક્ષક અમરસિંહે જણાવ્યું છે કે ફિરોઝાબાદ જવું તેમના માટે એટલે જરૂરી હતું કે પ્રો.રામગોપાલ યાદવે તેમને ફિરોઝાબાદ આવીને સુરક્ષિત પાછા જવાની ચેલેન્જ ફેંકી હતી.
હિંદુત્વને લોકતંત્રમાં ગર્જના કરવાનો માહોલ મળ્યો છે એટલા માટે વિભાજિત થશો નહીં, અન્યથા આઝમખાન જેવા લોકોના હાથે તમે કપાઇ જશો. હિંદુત્વ માટે મોદી અને યોગી બંને જરૂરી છે.