નાણાં મંત્રી અરૂણ જેટલીએ હસમુખ અઢીયાને કાર્યકાળ ત્રણ મહિના વધારવાનો આદેશ આપ્યો છે. જેમાં અઢીયાએ સંમતિ દર્શાવી છે. હવે PMOની મંજૂરી બાકી છે.
તેમનો કાર્યકાળ ૩૦ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ૧૯૮૧ બેચના આઈએસ અધિકારી હસમુખ અઢીયા આ વર્ષે નવેમ્બરમાં નિવૃત થવાના છે. તેમને વડાપ્રધાન મોદીના નજીકના ગણવામાં આવે છે. હસમુખ અઢીયા વર્તમાનમાં દેશના નાણાં સચિવ છે. તેમને નવેમ્બર ૨૦૧૪માં કેબિનેટની નિયુક્ત સમિતિએ સંઘ નાણાં સેવા સચિવ નિયુક્ત કરાયા હતા. અઢીયાએ ૩ નવેમ્બર ૨૦૧૪એ પદ સંભાળ્યુ હતુ. જે બાદ અઢીયાને સંઘ રાજસ્વ સચિવ નિયુક્ત કરી દેવાયા હતા. જેના કારણે તેમણે ૩૧ ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે સંઘ નાણાં સેવા સચિવના પદેથી રાજીનામુ આપ્યુ હતુ. અઢીયાને સપ્ટેમ્બર ૨૦૧૭માં અશોક લવાસાના રિટાયર થવા પર નાણાં સચિવ બનાવવામાં આવ્યા. દેશમાં લાગુ થયેલા જીએસટી અને નોટબંધીની તૈયારી કરવામાં હસમુખ અઢીયાનો રોલ મહત્વનો હતો.