પ્રિયંકા ચોપડા અને નિકના બીજી ડિસેમ્બરે લગ્ન થશે

1030

પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી છે પરંતુ હવે ચર્ચાનો અંત આવ્યો છે.

બંને લગ્ન ક્યારે કરશે તેને લઇને અટકળો વચ્ચે હવે તારીખ નક્કી કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ બંને બીજી ડિસેમ્બરના દિવસે લગ્ન કરનાર છે. થોડાક દિવસ પહેલા પ્રિયંકા અને નિક પોતાના નજીકના મિત્રોને મળવા માટે જોધપુર પહોંચી ગયા હતા. હવે જાણવા મળ્યુ છે કે લગ્નના સ્થળને નક્કી કરવા માટે બંને પહોંચ્યા હતા.

જોધપુરમાં યોજાનાર લગ્નના જુદા જુદા કાર્યક્રમ ૩૦મી નવેમ્બરથી શરૂ તઇને બીજી ડિસેમ્બર સુધી ચાલનાર છે. આ એક પેલેસ વેડિંગ તરીકે રહેશે. નિક જોનસ લગ્નની તૈયારીના સંબંધમાં થોડાક સમય પહેલા ભારત આવ્યો હતો. ત્યારબાદ પ્રિયંકા ચોપડાની સાથે લોકેશન નક્કી કરવા માટે જોધપુર પહોંચી ગયો હતો. પ્રિયંકા અને નિકે પોતાના લગ્નની તૈયારી પોતે કરવા માટેનો નિર્ણય કર્યો છે.

નાની નાની બાબતોને આ બંને જોનાર છે. તમામ લોકો જાણે છે કે પ્રિયંકા ચોપડા અને નિક જોનસની આ વર્ષે ૧૮મી ઓગષ્ટના દિવસે સગાઇની વિધી થઇ હતી.

આ પ્રસંગે પણ બોલિવુડની તમામ હસ્તીઓ હાજર રહી હતી.બંને વચ્ચે મુલાકાત સૌથી પહેલા ગયા વર્ષે થઇ હતી. આ બંને ગયા વર્ષે મેટ ગદાલા ઇવેન્ટમાં પ્રથમ વખત મળ્યા હતા. ત્યારબાદથી બંને એકબીજાના મિત્રો છે. બીજી ડિસેમ્બરના દિવસે થનાર લગ્નમાં કોણ કોણ હાજરી આપે છે તેને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપડા છેલ્લા કેટલાક સમયથી કોઇ ફિલ્મ કરી  રહી નથી. તે બોલિવુડની ફિલ્મોને છોડીને હોલિવુડમાં લોકપ્રિયતા મેળવી રહી છે. અનેક હોલિવુડ ફિલ્મમાં તે હાલમાં કામ કરી રહી છે.

પ્રિયંકા ચોપડા હાલના સમયમાં વિશ્વની સૌથી મોટી સેલિબ્રિટી પૈકી એક તરીકે ઉભરી આવી છે. સૌથી વધારે મોંઘી સ્ટાર બની છે. સલમાન ખાન સાથે તે ભારત ફિલ્મને છોડી ચુકી છે.

Previous articleઅંતે મોડલ માનસી દીક્ષિતનો  કાતિલ ઝબ્બે : પુછપરછ શરૂ
Next articleરણબીર કપુરની સાથે ફિલ્મ મળતા વાણી ખુબ જ ખુશ છે