રણબીર કપુરની સાથે ફિલ્મ મળતા વાણી ખુબ જ ખુશ છે

1077

ખુબસુરત સેકસી સ્ટાર વાણી કપુર હવે યુવા પેઢીના સુપરસ્ટાર રણબીર કપુર સાથે નજરે પડનાર છે. ફિલ્મ શમશેરામાં બંને સાથે નજરે પડનાર છે. નિર્દેશક કરણ મલહોત્રા આ ફિલ્મ બનાવી રહ્યા છે. વાણી કપુર ફિલ્મમાં મોટી અને પડકારરૂપ ભૂમિકા અદા કરવા જઇ રહી છે. કરણ મલહોત્રાએ કહ્યુ છે કે ફિલ્મમાં વાણી કપુર રણબીરની પ્રેમિકાની ભૂમિકામાં નજરે પડનાર છે. તે મુખ્ય રોલમાં નજરે પડ્યા બાદ તેની કેરિયરમાં તેજી આવી રહી છે. મલહોત્રાએ નિવેદન જારી કરતા કહ્યુ છે કે આ ફિલ્મમાં તમામ પ્રકારના મશાલાને ઉમેરી દેવાના પ્રયાસ કરવામા ંઆવી શકે છે. ફિલ્મમાં રહેલા અન્ય કલાકારોના સંબંધમાં હાલમાં કોઇ જાહેરાત કરવામાં આવી નથી. વાણી કપુરની પ્રશંસા કરતા મલહોત્રાએ કહ્યુ છે કે તે ખુબ શિસ્તમાં રહેનાર અભિનેત્રી છે. કુશળ અભિનેત્રી છે. શમશેરા નામની ફિલ્મનુ શુટિંગ વર્ષ ૨૦૧૮ના અંત સુધી શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મને વર્ષ ૨૦૧૯ના મધ્યમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રાપ્ત હેવાલ મુજબ વાણી કપુર રણબીર જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ ભારે ખુશ છે. આગામી દિવસોમાં વાણીને વધારે સારી ફિલ્મો મળી શકે છે. યશરાજ ફિલ્મ દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. રણબીરના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તે પ્રથમ વખત એક્શનથી ભરપુર ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે  હાલમાં સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મ સંજુમાં સંજ્ય દત્તની ભૂમિકામાં નજરે પડ્યો હતો.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. રણબીર કપુરની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે આ ફિલ્મ સાબિત થઇ હતી.

Previous articleપ્રિયંકા ચોપડા અને નિકના બીજી ડિસેમ્બરે લગ્ન થશે
Next articleપ્રેમકુમારની સિક્યુરિટી સુપરવાઈઝરથી લઈને નિર્માતા અને અભિનેતા સુધીની યાત્રા