વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી ૧૦ હજારની સિદ્ધી મેળવશે

723

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨૧મી ઓક્ટોબરના દિવસથી પાંચ વન ડે મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ શ્રેણીમાં ભારતીય સ્ટાર ખેલાડીઓને કેટલીક વ્યક્તિગત સિદ્ધીઓ હાંસલ કરવાની તક રહેલી છે. કેરેબિયન ટીમ સામે વન ડે શ્રેણીને લઇને ભારે રોમાંચક જોવા મળે છે. પાંચ વનડે મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. પ્રથમ ક્રમાંકિત ખેલાડી વિરાટ કોહલીને વન ડે ક્રિકેટમાં દસ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. કોહલીએ હજુ સુધી ૨૧૧ વનડે મેચોમાં ૫૮.૨૦ રનની સરેરાશ સાથે ૯૭૭૯ રન કર્યા છે. તેને ૧૦ હજાર રનની સિદ્ધી સુધી પહોંચવા માટે માત્ર ૨૨૧ રનની જરૂર છે. તે પાંચ વનડે મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી શક્યતા છે. વિરાટ કોહલી હાલમાં જે રીતે ફોર્મમાં ચાલી રહ્યો છે. તે જોતા તેના માટે આ કામ બિલકુલ મુશ્કેલ દેખાઇ રહ્યો નથી. વિરાટ કોહલી હજુ સુધી આ રનમાં ૩૫ સદી અને ૪૮ અડધી સદી કરી ચુક્યો છે. તેની પાસે અડધી સદીની અડધી સદી બનાવવા માટેની પણ તક રહેલી છે. વિરાટ કોહલી હાલમાં વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ૧૩માં સ્થાને છે. મહેન્દ્ર સિંહ ધોની પણ વનડે ક્રિકેટમાં ૧૦૧૨૩ રન કરી ચુક્યો છે. ધોનીએ ૩૨૭ મેચોમાં આ સિદ્ધી હાંસલ કરી છે. વિરાટ કોહલીના રેકોર્ડની વાત કરવામાં આવે તો તે એક પછી એકત રેકોર્ડ સર્જી રહ્યો છે. વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો સચિન તેન્ડુલકર આમાં સૌથી વધુ આગળ છે. તે ૧૮૪૨૬ રન કરી ચુક્યો છે. ગાંગુલી અને રાહુલ દ્રવિડે પણ વનડે ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂર્ણ કરી લીધા છે. શિખર ધવનને પણ પાંચ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. શિખર ધવન હજુ સુધી ૧૧૦  મેચોમાં ૪૮૨૩ રન કરી ચુક્યો છે. રવિન્દ્ર જાડેજાને પણ નવી સિદ્ધી હાંસલ કરવાની તક રહેલી  છે. હાલમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની સામે ભારતે બે ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ જીતીને ભારતે નવોે ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. પ્રવાસી ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૧૧ રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમે જવાબમાં ૩૬૭ રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગ્સના આધાર પર યજમાન ટીમ ઉપર ૫૬ રનની લીડ મેળવી હતી. વિન્ડિઝની ટીમ તેના બીજા દાવમાં પણ કોઇ ધારે ધરખમ દેખાવ કરી શકી  નહતી. વેસ્ટઇન્ડિઝની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૧૨૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. તે પહેલા  રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે  વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતને પ્રથમ દાવમાં નવ વિકેટે ૬૪૯ રન દાવ ડિકલેરના જવાબમાં વિન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં ૪૮ ઓવરમાં માત્ર ૧૮૧ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના લીધે વિન્ડિઝને ફોલોઓન થવાની ફરજ પડી હતી. ફોલોઓન થયા બાદ પણ વિન્ડિઝના બેટ્‌સમેનો નિષ્ફળ રહ્યા હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. વિન્ડિઝની ટીમ બીજી ઈનિંગ્સમાં ૫૦.૫ ઓવરમાં ૧૯૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ભારતે સૌથી મોટી જીત મેળવી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી.  આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી.

Previous articleપ્રેમકુમારની સિક્યુરિટી સુપરવાઈઝરથી લઈને નિર્માતા અને અભિનેતા સુધીની યાત્રા
Next articleવનડે : ધોનીએ સૌથી વધારે છગ્ગા ભારત વતી લગાવ્યા