ચાલકે કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર કુદી સામે લકઝરી સાથે ધડાકાભેર અથડાઈ

805

કલોલ હાઈવે પર આજરોજ સવારે અલ્ટો કાર અને લકઝરી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક શખસનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જયારે કારમાં સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાબડતોબ સારવાર માટે સોલા સીવલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ચાલક સહિત એક શખસની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પીટલ માં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે લકઝરી સાથે કાર અથડાયા બાદ કારનો ડુચો થઈ ગયો હતો.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ હાઈવે પર કાર અને લકઝરી બસ વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમા એક શખસનું મોત નિપજયું હતું. અમદાવાદમાં રહેતા વિનોદભાઈ રમેશચંદ્ર પટેલ (ઉ.વ.રપ) ઈરફાનભાઈ અફજલભાઈ ખાન (ઉ.વ.ર૮) રાજેશભાઈ રમેશચંદ્ર પટેલ (ઉ.વ.૩ર), રમેશ પ્રવિણચંદ્ર પટેલ અને ઘનશ્યામ બાબુલાલ પટેલ (ઉ.વ.૩૧) આજરોજ સવારે અલ્ટો કાર નં. જી.જે. ૧ આર એન ર૯૬ર લઈને અમદાવાદથી સિધ્ધપુર તરફ જઈ રહયા હતા ત્યારે કલોલ હાઈવે પર જય અંબે પેટ્રોલ પંપ પાસે કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાયડર કુદી સામેના રોડ તરફ ઘસી ગઈ હતી અને સામેથી આવતી લકઝરી બસ નં. આર જે ૧૯ પી બી ૮પ૮પ સાથે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Previous articleવનડે : ધોનીએ સૌથી વધારે છગ્ગા ભારત વતી લગાવ્યા
Next articleગાંધીનગરમાં સિંહની ડણક સંભળાશે, જૂનાગઢથી બે સિંહોને ઇન્દ્રોડા પાર્ક લવાશે