સિવિલ હોસ્પિટલના સેન્ટ્રલ મેડીકલ સ્ટોરમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યાં

739

સિવિલની ૬૦૦ બેડની બિલ્ડીંગમાં છાશવારે ગટરના પાણી ભરાવાની ઘટનાઓ બહાર આવતી રહેતી હોય છે. આજે સવારે ૧૧ વાગ્યા આસપાસના સમેય બિલ્ડીંગના ભોયતળીયે રહેલા સેન્ટ્રલ મેડીકલ સ્ટોરમાં ગટરના પાણી ભરી વળ્યાં હતા. આ સ્ટોરમાં લાખો રૂપિયાની દવાઓનો જથ્થો રહેલો હતો પરંતુ વર્ગ-૪ના કર્મચારીઓ સ્ટાફે યુધ્ધના ધોરણે પાણીનો નિકાલ કરતાં દવાઓનો જથ્થો પલળતાં રહી ગયો હતો. મેડીકલ સ્ટોરની બાજુના રૂમ પાસેથી પસાર થતી ગટરની લાઇનમાંથી પાણી આવ્યું હોવાનું કર્મચારીઓને માલુમ પડયું હતું.

સિવિલ હોસ્પિટલમાં હજુ પાંચ વર્ષ પહેલા જ ૬૦૦ બેડની નવી બિલ્ડીંગનું નિમાર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં વારંવાર ડ્રેનેજના દુષિત પાણી ભરાવાની સમસ્યા જાણેકે ઘર કરી ગઈ છે. ટેકિનિકલી જે કંઈ ખામી રહી છે તેને લઈને વારંવાર ગટરના પાણી ઉભરાતા રહે છે. બિલ્ડીંગનું નિર્માણ કરનાર પીઆઇયુ એજન્સી છે. પરંતુ જોવા જેવી વાત એ છે કે આ એજન્સી પોતે પણ આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં અસમર્થ છે. આ ૬૦૦ માળની નવી બિલ્ડીંગમાં ભાેંયતળીયે હોસ્પિટલનો સેન્ટ્રલ મેડીકલ સ્ટોર આવેલો છે. આ સ્ટોરમાં સિવિલ તંત્ર દ્વારા લાખો રૂપિયાનો દવાઓનો જથ્થો સ્ટોર કરવામાં આવે છે. આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ કર્મચારીઓને સ્ટોરમાં ગટરનું પાણી આવતું હોવાનું માલુમ પડયું હતું. જેને લઈને દોડધામ મચી જવા પામી હતી. તુરત જ ચોથા વર્ગના કર્મચારીઓને દોડાવવામાં આવ્યા હતા અને ગટરનું પાણી ઉલેચવાના કામે લગાડવા પડયા હતા. પાણી સ્ટોરમાં આવવાનું બંધ થતાં કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્ટોરની બાજુના રૂમ પાસેથી ગટરની લાઇનો પસાર થાય છે ત્યાંથી આ પાણી આવ્યું હોવાનું કર્મચારીઓને શોધખોળ કરતાં ધ્યાન આવ્યું હતું. જો ગટરનું પાણી ભરાયં ફરી વળ્યું હોત તો લાખાનું નુકશાન પહોંચ્યું હોત.

Previous articleગાંધીનગરમાં સિંહની ડણક સંભળાશે, જૂનાગઢથી બે સિંહોને ઇન્દ્રોડા પાર્ક લવાશે
Next articleનંદાસણ હાઈવે પર પોલીસની ગેરહાજરી : ટ્રાફિકજામથી પરેશાની