માણસા તાલુકાને અસર ગ્રસ્ત જાહેર કરવા માગ : આવેદન પત્ર અપાયું

825

માણસા મામલતદારને ખેડુતો દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે હાલની અછતની સ્થિતીની ગંભીરતાથી સમિક્ષા કરી વરસાદ નહીવત છે તેવા વિસ્તારોને અસરગ્રસ્ત કે અર્ધ અસરગ્રસ્ત જાહેર કરીને ઘાસચારા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે.

પાક વિમો મરજીયાત કરીને નુકશાનીનું સર્વે કરી સહાય કરવામાં આવે અને સર્વેનાં માપદંડની ખામીઓ દુર કરવામાં આવે. તમામ ખરીફ પાકોનાં ટેકાનાં ભાવે ખરીદી માટે તાત્કાલીક રજીસ્ટ્રેશન ચાલુ કરીને ખરીદી ચાલુ કરવામાં આવે.

રાસાયણિક ખાતર પરનો કરવામાં આવેલો ભાવ વાધારો દુર કરવામાં આવે, જમીનનાં રી-સર્વે રેકર્ડમાં થયેલી ભુલો સુધારીને સુધારણા પુર્વવત કરવામાં આવે, ખેતરની સુરક્ષા વાડની યોજનામાં મર્યાદાઓ દુર કરીને પુરતી રકમ ચુકવવામાં આવે, કૃષિ જોડાણમાં સમાન વિજ દરનો અમલ કરવામાં આવે, વિજ મીટર પધ્ધતીમાં ફીક્સ ચાર્જ સંપુર્ણ નાબુદ કરવામાં આવે. માર્કેડ યાર્ડોમાં ફરજીયાત હરાજીપ્રથા ચાલુ કરાવીને ઠેકા પધ્ધતી દુર કરવામાં આવે, જંગલી પ્રાણીઓથી થતા નુકશાનનું વળતર આપવામાં આવે તથા માણસા તાલુકાનાં બાકી રહેતા તમામ તળાવોમાં સિંચાઇ માટે પાણી ભરવામાં આવે સહિતની માંગણીઓ કરાઈ છે. હાલની અછતની સ્થિતીની ગંભીરતાથી સમિક્ષા કરી વરસાદ નહીવત છે તેવા વિસ્તારોને અસરગ્રસ્ત જાહેર કરવા માગ થઈ છે.

માણસા તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. દહેગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કચેરી આગળથી ભારતીય કિસાન સંઘ દ્વારા તેમની માંગણી અને તાલુકાની દૂધ મંડળીનું દૂધ અમદાવાદને બદલે ગાંધીનગરની ડેરીમાં લેવાય તે અંગે રેલી કાઢી આવેદનપત્ર અપાયુ હતુ. જેમાં ઓછા વરસાદનો ઉલ્લેખ કરીને વળતરની પણ માંગણી કરવામાં આવી છે.

Previous articleનંદાસણ હાઈવે પર પોલીસની ગેરહાજરી : ટ્રાફિકજામથી પરેશાની
Next articleભાજપના એમએલએ રાજેન્દ્ર ચાવડા સામે કાનૂની પગલાં લેવાં અરજી