શહેરમાં રહેતા નાના બાળકો ગામડાની રહેણીકરણી અને વાડીઓથી માહિતગાર થાય અને જુના સાધનોનો ઉપયોગ સમજે અને તેને ઓળખે અને તેનાથી કાર્યો કરે તેવા આશયથી દક્ષિણામૂર્તિ બાલમંદિર ખાતે ગામડાનું તથા વાડીનું દ્રશ્ય બનાવ્યું હતું અને તેનાથી બાળકોને પરિચીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રવિણાબેન વાઘાણી, દીપાબેન પટેલ, ડો.ધીરેન્દ્ર મુની, પ્રશાંતભાઈ ભટ્ટ, નિયામક રાજપુરા, યુનિસેફના રાજેન્દ્રભાઈ, બાલમંદિરના મીનાક્ષીબેન, હેતલબેન, વિપુલભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.