બરવાળા શહેરની મેઈન બજારમાં આવેલ શોપીંગ સેન્ટરની ચાર દુકાનોમાં નિશાચરોએ રોકડ મતા સહિત ત્રીસ હજારની તસ્કરી કરી અંધારાની રાતમાં ઓગળી જઈ બરવાળા પોલીસને પડકાર ફેંકયો છે. જયારે શહેરની મેઈન બજારમાં ચોરી થવાથી પોલીસ તેમજ હોમગાર્ડઝની નાઈટ ડયુટી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે. બરવાળા ખાતે મેઈન બજારમાં આવેલ ક્રિષ્ણા શોપીંગ સેન્ટરની દુકાનો પૈકી પ્રથમ માળે આવેલી ચાર દુકાનોમાં ગતરાત્રીના સુમારે અજાણ્યા નિશાચરોએ હાથ સાફ કરી ત્રીસ હજારની રોકડ મત્તાની તસ્કરી કરી પુલયાન થઈ ગયા હતાં. આ બનાવની જાણ થતા દુકાનદારો તેમજ બરવાળા પોલીસ ઘટના સ્થળે દોડીગયા હતાં. જયારે તસકરોએ ચાર દુકાનો, મહેન્દ્રસિંહ ભાડલીયા (ભવાની મોબાઈલ), મજીદભાઈ ચૌહાણ (લી હેર એન્ડ બ્યુટી કેર), વિક્રમભાઈ વાહુકિયા (એરટેલ ઓફિસ), તેજશકુમાર રાઠોડ (ટયુશન કલાસીસ)ના તાળા શટરના નકુચા, ટેલબના લોકો તોડી ભવાની મોબાઈલમાંથી રૂા. રપ૦૦૦/- જયારે લી હેર એન્ડ બ્ય્ટી કેરમાંથી રૂા. પ૦૦૦/- મળી રોકડ રકમ રૂા. ૩૦,૦૦૦/- ત્રીસ હજારની મતાની તસકરી કરી ફરાર થઈ ગયા હતાં. આ મેઈન બજારની એક સાથે ચાર દુકાનોના તાળા તોડી તસ્કરોએ રોકડ મતાની ચોરીનો બનાવ બનતા બરવાળા પોલીસ તેમજ હોમગાર્ડઝની નાઈટ પેટ્રોલીંગ અને નાઈટ ડયુટી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે.
આ બનાવ અંગે મહેન્દ્રસિંહ ભાડલીયા (ભવાની મોબાઈલ) દ્વારા બરવાળા પોલીસ મથકમાં અજાણ્યા તસકરો વિરૂધ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જે અંગેની તપાસ આર.કે. પ્રજાપતિ (પી.એસ.આઈ.) બરવાળા પો.સ્ટે. ચલાવી રહ્યા છે.